Abtak Media Google News

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીકોનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઈએ’માં રજૂ થતાં કલાકારો પોતાની આગવી કલાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા કલારસીક ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખૂબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવાનું એક પ્લેટફોર્મ મળે તે માટે ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

આજે પ્રસ્તુત થનારા ‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં જાણીતા કલાકાર દિપકપરી ગોસ્વામીના કંઠે ગવાયેલ સંતવાણીના રજુ થશે.

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા ગોવાણા ગામના વતની અને સંતવાણીના આરાધક કલાકાર દિપકપરી છેલ્લા ૮ વર્ષથી લોકસંગીત ક્ષેત્રે પોતાનું યોગદાન આપી રહ્યા છે.

પ્રસિઘ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી ગુલાબભાઇ ભટ્ટ સાથે ભાગવત કથા દરમ્યાન કૃષ્ણ ભકિતના ભજનો, કિર્તનો વગેરે દ્વારા શરૂ કરેલ સંગીત યાત્રાની સાથે સાથે છેલ્લા ૮ વર્ષથી સંતવાણી ભજનોના કાર્યક્રમો આપી રહ્યા છે. ઉપરાંત વોઇસ ઓફ ગુજરાતમાં પ્રથમ ટોપટેનમાં દિપકપરી રહી ચુકયા છે.

વિશ્ર્વનો સૌથી મોટો નૃત્યોત્સવ એટલે કે નવરાત્રી મહોત્સવ કે જેમાં છેલ્લા ૬ વર્ષથી પોતાની કલા દ્વારા લોકોને તરબોળ કરે છે.

નવરાત્રી દરમ્યાન દિપકપરીને મોટા ગજાના આયોજનોમાં આમંત્રીત કરવામાં આવે છે. તો ચાલો આજે રાત્રે દિપકપરીના કંઠે ગવાયેલ સંતવાણીના સથવારે આપણે પણ જોડાઇ જઇએ ચૂકાય નહીં ચાલને જીવી લઇએ.

આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • * મેરી બીગડી બનાને વાલા…..
  • * ચાલોને વિદુર ઘેર જાયે…..
  • * મારા વાલાને વઢીને કે જો…..
  • * તારા આંગણીયા પુછીને જે…..
  • * અરજી સુણીને આવતીતી….
  • * સૈયર મોરી રે…..
  • * મારૂ વનરાવન છે રૂડુ…..
  • * શિવતાંડવ…..
  • * છંદ

કલાકારો

  • કલાકાર : દિપકપરી ગોસ્વામી
  • એન્કર : પ્રીત ગૌસ્વામી
  • તબલા : મહેશ ત્રિવેદી
  • પેડ : કેયુર બુદ્ધદેવ
  • કી બોર્ડ : પ્રશાંત સરપદડીયા

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  •  ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.