Abtak Media Google News

‘અબતક’ ચેનલ દ્વારા પ્રસ્તુત કલારસીક શ્રોતાઓનો અતિલોકપ્રિય કાર્યક્રમ ચાલને જીવી લઇએમાં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરે છે.

આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોંચાડવા માટેનું એક પ્લેટફોમ પુરૂ પાડવા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઇએ કાર્યક્રમાં આજે અનિલ પટેલ અને મિતલ પટેલના કંઠે ગવાયેલા લગ્નગીતો, લોકગીતો, ભજનો, વગેરેની જુગબંધીની મોજ માણવાની છે. તો આવો આ બંન્ને કલાકારોને જાણીએ.

અનિલ પટેલ: અમરેલી જિલ્લાના મેઘા પીપળીયાના મુળવતની અને રાજકોટને કર્મભૂમિ બનાવી છે તેવા પ્રસિધ્ધ કલાકાર અનિલ પટેલને નાનાપણથી જ સંગીતનો વારસો મળ્યો તેઓએ સ્કૂલ કોલેજમાં પણ યોજાતા વિવિધ કાર્યક્રમોમાં મહાનુભાવોની ઉપસ્થિત વચ્ચે અનિલભાઇએ પોતાના કંઠનો જાદુ વહેતો કરી તેમાં સહપાઠીઓમાં પ્રિય થયા હતા.

છેલ્લા ૨૦ વર્ષથી ભજન, ડાયરો, સંતવાણી, તેમજ લગ્નગીતના લાઇવ પ્રોગ્રામમાં કલા જાદુથી લોકોને આનંદ વિભોર કરે છે.

કંઠ એક અવાજ અનેક ના માલીક અનિલ પટેલ સ્વ. પદમદવી દિવાળીબેન ભીલ, બીપીન સઠીયા, વગેરે જેવા અનેક ટોચના કલાકારોના અવાજમાં પોતાની કૃતિઓ રજૂ કરી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરનાર અનિલ પટેલે આકાશવાણી પર અનેક કાર્યક્રમો રજુ કર્યા છે. ઉપરાંત છેલ્લા ૧૦ વર્ષથી પ્રાચિન અર્વાચીન ગરબામાં તેઓ પોતાની કળા રજુ કરે છે.

મિતલ પટેલ: ઉપલેટાના વતની અને છેલ્લા ૧૧ વર્ષથી લોક સંગીત ક્ષેત્રે જોડાયેલા મીતલબેન પટેલે ગુજરાત તાલીમ એકેડેમી તેમજ કોલેજમાં શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો છે.

આકાશવાણી કેન્દ્રમાં ‘બીહાઇ’ ગ્રેડની માન્યતા પ્રાપ્ત કલાકાર મિતલબેન ગુજરાત સિવાયના અન્ય રાજયોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા ખુબ જ લોકચાહનાો મેળવી છે. ઉપરાંત ગુજરાત રાજય સંગીત નાટક એકેકેમી દ્વારા યોજાયેલ ‘મેંઘાણી વંદના’ કાર્યક્રમમાં પણ  તેણીએ પોતાનો સ્વર લહેરાવ્યો છે.

આવો આજે માણીએ પ્રસિધ્ધ કલાકારો અનિલ પટેલ અને મિતલ પટેલની જુગલ બંધી.. તો જોવાનું ચૂકશો નહી. ‘ચાલને જીવી લઇએ.’

કલાકારો

  • કલાકાર: અનિલ પટેલ, મિતલ પટેલ
  • ડીરેકટર-એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: મહેશ ત્રિવેદી
  • પેડ: કેયુર બુધ્ધદેવ
  • કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા
  • સાઉન્ડ: વાઇબ્રેશન સાઉન્ડ અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

  • -સુડલો પુછે છે કોયલ કયાં….
  • -સોસો બંધુકીયા ફુટયારે…
  • -દાદા વનરાયમાં થાકી…
  • -આવી રૂડી અજવાળી…
  • -રાજા જનક ઘેર માંડવો..
  • -મોતી વેરાણા માણેક ચોક…
  • -લાવ હથેલી શ્યામ લખી…
  • -હુલુલુ હાલારે હાલા…
  • -આજની ઘડી તે…
  • -સોના વાટકડી રે…
  • -મારી સેથી તણો શણગાર…
  • -સવા બસેરનું દાતરડું…
  • -કાગળીયા લખી થાકી…
  • -મારે તો મેળે જાવું…
  • -કાનુડો માગ્યો દેને…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

  • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
  • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
  • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
  • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.