‘ચાલને જીવી લઇએ’: આજે અર્જુન જાંબુચા અને લતાબેન સોલંકીના ભજનો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે પ્રસિધ્ધ કલાકરો અર્જુન જાંબુચા અને લતાબેન સોલંકીના કંઠે ગવાયેલા ભજન-લોકગીતો, દુહા-છંદની રમઝટ રજૂ થશે. શાસ્ત્રીય સંગીતમાં વિશારધ થયેલા અર્જુનભાઇએ આકાશવાણી પર પણ અનેક કાર્યક્રમો આપ્યા છે. ગુજરાત સરકાર દ્વારા યોજાતી પુથ ફેસ્ટીવલની ભજન સ્પર્ધામાં ૧૯૯૮માં પ્રથમ સ્થાન મેળવવા ઉપરાંત લોકગીતમાં પણ દ્વિતીય સ્થામ મેળવ્યું છે.

શહેરની પ્રસિધ્ધ ગેલેકસી ગરબીમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન સીંગર તરીકેની સેવાઓ આપનાર અર્જુનભાઇએ અનેક ઓડીયો- વિડિયો કેસેટોમાં પોતાની કલા રજૂ કરી છે.

લતાબેન સોલંકી આકાશવાણીના માન્યતા પ્રાપ્ત કલાકાર લતાબેન સોલંકીએ કેન્દ્રીય વિદ્યાલયમાં શ્રેષ્ઠ સીંગર તરીકેનો એવોર્ડ મેળવ્યો છે. હાલ તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં સંગીત શિક્ષકની ફરજ બનાવે છે.

દુરદર્શનમાં પણ લોકસંગીતના અનેક કાર્યક્રમો રજુ કરનાર લતાબેન ગુજરાતી, મરાઠી, પંજાબી ભાષામાં ગીતો રજૂ કરવા ઉપરાંત દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતમાં કાર્યક્રમ રજૂ કરી. સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

તો આજે રજુ થનાર ખ્યાત નામ કલાકારો લતાબેન સોલંકી દ્વારા ભજનો, લોકગીતોને માણવાનું ચૂકાય નહીં ‘ચાઇને જીવી લઇએ’

કલાકારો

 • કલાકાર: અર્જુન જાંબુચા, લતાબેન સોલંકી
 • ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામી
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા
 • સાઉન્ડ: વાયબ્રેશન સાઉન્ડ, અનંતભાઇ ચૌહાણ

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

 • રમતો જોગી રે….
 • લક્ષ્મણ ઘડીક તો  ઉભારયો….
 • કોઇ તો બતાવો અમને…
 • મારૂ વનરાવન છે રૂડુ…
 • સોના વાટકડી રે..
 • કાનુડે કવરાવ્યા…
 • જમો નંદજીના લાલ…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...