‘ચાલને જીવી લઈએ’: આજે અક્ષિલ પટેલનો ડાયરો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

ચાલને જીવી લઈએમાં આજે ડાયરાની રમઝટ લઈને આવે છે તે પ્રસિધ્ધ કલાકાર અક્ષિલ પટેલ છેલ્લા ૪ વર્ષથી સંગીત ક્ષેત્રે રહી, સુગમ-શાસ્ત્રીય અને ભાતીગળ લોકસંગીતનાં કાર્યક્રમો આપે છે.

શાસ્ત્રીય સંગીતના પ્રખર સંગીતજ્ઞ પિયુબેન સરખેલ અને આકાશવાણી, દૂરદર્શનના ‘બીહાઈ’ ગ્રેડની માન્યતા પ્રાપ્ત કલાકાર અને અર્જુનલાલ હિરાણી કોલેજનાં અધ્યાપક ડો. કુમારભાઈ પંડયા પાસેથી સંગીતની તાલિમ લઈ રહેલા અક્ષિલભાઈના યશોદા કે લલનવા જેવા અનેક આલ્બમોને લોકોએ વધાવ્યા છે. ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા યોજાતા યુથ ફેસ્ટીવલની લોકગીત સ્પર્ધામાં રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. છેલ્લા બે વર્ષથી ધોળકીયા સંકુલનાં નવરાત્રી મહોત્સવમાં લોકસંગીત ગરબાનાં કાર્યક્રમો દ્વારા શ્રોતાઓને મંત્ર મૂગ્ધ કરે છે. તો આવો આજે અક્ષિલ પટેલના ડાયરાની મોજ માણશું ભૂલાય નહી ચાલને જીવી લઈએ.

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

કલાકારો

 • કલાકાર:ગુણવંત ચુડાસમા
 • ડીરેકટર એન્કર:પ્રિત ગોસ્વામિ
 • તબલા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કીબોર્ડ:પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત થનાર સુમધુર કૃતિઓ

 • શ્ર્લોક
 • હવે મંદિરના બારણા ઉઘાડો
 • મણીયારો
 • ગાયોના ગોવાળીયા
 • આવી રૂડી અજવાળી રાત
 • હે ર્માં બીરદારી રે
 • મેં તો શણગાર્યો ચાંચર ચોક
 • રમે અંબે માં…
 • દુહા-છંદ