‘ચાલને જીવી લઇએ’: આજે અજય દેશાણીનો હાસ્ય ખજાનો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ હાસ્ય ખજાનાના આ કાર્યક્રમમાં આજે રજુ થનારા પ્રસિધ્ધ હાસ્ત કલાકાર અને બેક ઓફ વોઇસની છાપ ધરાવતા અજય દેશાણી છેલ્લા ૨૦ વર્ષથી હાસ્યરસના કાર્યક્રમો આપી રહ્યા છે અને હાસ્યના કાર્યક્રમો દ્વારા તેણે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

કંઠ એક અવાજ અનેક અજયભાઇ હાસ્ય મિમિકીના કાર્યક્રમોમાં ગુજરાતી હાસ્ય કલાકાર, સ્વ. હરસુર ગઢવી, ધીરૂભાઇ સરવૈયા ઉપરાંત હિન્દી ફિલ્મ કલાકારોમાં વીનોદખન્ના, શત્રુધ્નસિંહ, રાજેશ ખન્ના, અમરીશપુરી, ઉસ્ટો મુકરજી, રાજકુમારના અવાજની આબેહબ મિમિક્રી દ્વારા લોકોને મંત્ર મુગ્ધ કરે છે.હાસ્ય દરબારના આજના કાર્યક્રમમાં આપણે હાસ્યરસ-મિમિક્રીના પ્રસિધ્ધ કલાકાર અજય દેશાણીને માણશુુ જોવાનું ચૂકશો નહીં ચાલને જીવી લઇએ.

કલાકારો

 • હાસ્ય કલાકાર: અજય દેશાણી
 • ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામિ
 • તલબા: મહેશ ત્રિવેદી
 • પેડ: કેયુર બુધ્ધદેવ
 • કી બોર્ડ: પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત હાસ્ય નો ખજાનો

 • બેંક ઓફ વોઇસ
 • સ્વ.હરસુરભાઇ ગઢવી
 • ધીરૂભાઇ સરવૈયા

ફિલ્મ-સ્ટારના અવાજ

 • વિનોદ ખન્ના
 • અમરીશ પુરી
 • કેસ્ટો મુકરજી
 • રાજકુમાર

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 •  ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...