ચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ

  • ચાલને જીવી લઈએ: આજે હર્ષજીત ગઢવીના ડાયરાની જમાવટ

અબતક, રાજકોટ

અબતક ચેનલની અતિલોકપ્રિય (શ્રેણી) ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમ દ્વારા આપણી સંસ્કૃતિના ગીતો-ગઝલો, ગરબા, રાસ, ભજન, દુહા-છંદ, લોક સાહિત્યના પ્રસિઘ્ધ કલાકારોની કલાને સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ ઉપરાંત સાત સમંદર પાર વિદેશની ધરતી પર વસતા ગુજરાતી માઢુળાઓ માણે છે જેથી અબતક ચેનલના ‘ચાલને જીવી લઈએ’ કાર્યક્રમને અપ્રતિમ સફળતા મળી છે અને મોટા ગજાના કલાકારોની સાથે સાથે અપ્રચલીત ખુબ જ સારા કલાકારોને પણ આ કાર્યક્રમમાં જોડી આવા ખુબ જ સારા પરંતુ અપ્રચલિત તેમજ પાંગરતી પ્રતિભાઓને પ્લેટફોર્મ પુરુ પાડી દેશ-વિદેશના ગુજરાતીઓ સુધી કલાકારોની કલાને પહોંચાડવા અબતક ચેનલ હંમેશા અગ્રેસર રહ્યું છે. ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં આજે આપણે એવા લોકસંગીત ક્ષેત્રના માહિર કલાકાર હર્ષજીત ગઢવીને માણશું… ચારણ ચોથો વેદ વણ પઢયો વાતુ કરે તો આવે આજે રજુ થનારા કલાકાર હર્ષજીત ગઢવીને નજીકથી ઓળખીએ.

સૌરાષ્ટ્રની એકમાત્ર કહી શકાય તેવી શહેરની અર્જુનલાલ હિરાણી પરફોર્મિંગ આર્ટસ કોલેજમાં અઘ્યાપક ડો.જય સેવક અને ડો.કુમાર પંડયા પાસે શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ લઈ લોકલમાં માસ્ટરની પદવી પ્રાપ્ત કરી છે. અનેક ડાયરાઓના કાર્યક્રમો ઉપરાંત શહેરમાં નવરાત્રીના મોટા આયોજનોમાં પોતાની કલાનું લોકોને રસપાન કરાવે છે. રાજપુતાના અને શું પુછો છો મુજને યુ-ટયુબ ચેનલ પર તેમને માણી શકીએ છીએ તો આવો આજે ચાલને જીવી લઈએમાં હર્ષજીત ગઢવીને આપણે માણીએ…તો જોવાનું ચુકશો નહીં…

આજે હર્ષજીત ગઢવીની મોજ

કલાકાર:- હર્ષજીત ગઢવી

એન્કર:- પ્રિત ગોસ્વામી

તબલા:- મહેશ ત્રિવેદી

કિ-બોર્ડ:- પ્રશાંત સરપદડિયા

પેડ:- મયુર બુઘ્ધદેવ

આજે પ્રસ્તુત થનારા સુમધુર ગીતો

– ગુરૂ તારો પાર ન પાયો…

– એરી સખી મંગલ ગાવો રી…

– આ શું પ્રગટીયું છે…

– રાધા હું પુકારું …

– મોગલ તારો આશરો …

– મંગલ દિવડાને…

– અમે મૈયારા કંસ રાજાના…

– રાધા શ્યામ રમે ગોકુળમાં…

– મારા કાનુડાના બાગમાં…

– ચાંદો ઉગ્યો ચોકમાં…

– કનૈયાની મોરલી…

– મોગલને ભજે દિન-રાત…

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને

ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧              ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭

મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦              સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

Loading...