Abtak Media Google News

દર્શકોની ફરમાઇશથી સંતવાણી સાથે ગઝલ અને વિરહના ગીતોની પ્રસ્તૃતિ

ચાલને જીવી લઇએમાં આજે એવા સુમધુર કંઠને માણવાનો છે કે જે દરેકને સાંભળવો ગમે છે. ત્યારે આજે આપણે નાનપણથી જ પોતાની શાળામાંથી જ ગાવાની શરૂઆત કરેલી, આ ઉપરાંત ઘરમાં સંગીતમય માહોલ સાથે તેવો ઊછરેલા ત્યારે આજે આપણે કોકીલ કંઠી અને ગુજરાતનું ગૌરવ એવા લલિતાબેન ઘોડાદ્રાને સાંભળવાના છે.  આપણા લોકગીતોમાં આનંદ અને તાલની સાથોસાથ આપણેને તેમાંથી જીવનનાં અનેક પાઠ પણ ભણવા મળે છે. આ ઉપરાંત વિરહના પણ અનેક ગીતો રચાયા છે. ત્યારે વિરાહ ગીતની સાથોસાથ આપણે લોકગીતો સહિતની કૃતિઓ માણવાની છે. આ ઉપરાંત લલિતાબેન જયારે પણ સ્ટેજ પર આવે ત્યારે તેમના ચાહકવર્ગની અમુક ફરમાઇસ હોય છે ત્યારે આજે પણ આપણે તેવોના સુમધુર કંઠેથી ગીતો સાંભળીશું આ ઉપરાંત અત્યાર સુધી જેવોએ લોકગીત, સંતવાણી ગયા છે. તેવો આજે ગઝલ પણ સંભળાવશે. આજે ૮ વાગ્ય તૈયાર રહેજો. ચાલને જીવી લઇએ જોવા માટે.

આજે લલિતાબેન ઘોડાદ્રાના સુર રેલાશે

  • ગાયક: લલિતાબેન ધોડાદ્રા
  • એન્કર: પ્રિત ગોસ્વામી
  • તબલા: લાલા ઉસ્તાદ
  • બેન્જો: રાહુલભાઇ ટીમાળીયા
  • મંજીરા: કાનજીભાઇ પરમાર
  • સંકલન: મયુર બધ્ધદેવ
  • કેમેરામેન: જુનેદ જાફાઇ, સાગર ગજજર
  • સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊભડીયા

2 7

આજના પ્રસ્તુત થનાર સુમધુર ગીતો

  • ઘમ્મર ઘમ્મર મારુ વલોણુ ગાજે…
  • મોરલી રે વાળા મારા કાનજી…
  • કાનુળો શુ જાણે મારી પ્રિત….
  • માળવેથી પોઠુ હાલીયુ રે…
  • સહિયર સપનામા સાયબો મુને સાંભળે રે લોલ…
  • હુ પરણીને મારો પીયુ પરદેશમાં….
  • હે મારે ગરબો ગાવો…
  • વો તો ન મિલ સકે હમે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.