Abtak Media Google News

બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત ગામે ગામ પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલિયો વિરોધી રસી અપાઇ

રાજકોટ

દેશમાંથી બાળ લકવા નાબુદી માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે. આ અભિયાનના ભાગરુપે ૧૧મી માર્ચ રવિવારના રોજ સૌરાષ્ટ્રભરના ગામે ગામમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલીયો વિરોધી રસ્ી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાં રસીકરણ બુથ બનાવી પોલીયો વિરોધી રસી બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવી હતી.

ટંકારા

ટંકારા પલ્સ પોલિયો નાબુદી અભિયાનના પગલે પોલિયોના ટીપા પિવડાવવામા આવ્યા ટંકારાના માં પલ્સ પોલીયો નાબુદી અભિયાનને પગલે ૦ થી ૫ વર્ષના બાળકોને ટીપા પિવડાવવામા આવ્યા હતા.

પોલીયો અભિયાન અંતર્ગત દેશમાંથી પોલીયોની બીમારી નેસ્ત નાબૂદ થઈ છે ત્યારે સરકાર દ્વારા સમયાંતરે પોલીયો અભિયાન હાથ ધરીને શૂન્યથી પ વર્ષના બાળકોને બે ટીપાં જિંદગીના પીવડાવવામાં આવે છે. આજે ૧૧ મી માર્ચ રવિવાર  જેમાં શૂન્યથી પ વર્ષના તમામે તમામ બાળકોને પોલીયો ડોઝ આપવામાં આવ્યા હતા  પલ્સ પોલિયોના અભિયાનને સફળ બનાવવા આરોગ્યના ઓફિસર દ્વારા રસીકરણના બે બુથ “હેલ્પ સેન્ટર “તેમજ “આંગણવાડી સેન્ટર” પર ટીમો કાર્યરત રહી હતી.

Fb Img 1520825403365
gujrat news

સાવરકુંડલા

સાવર આરોગ્ય કેન્દૃ ના નીચે આવતા જુના.સાવર.કેરાળા પોલીયો રસીકરણ ના ટીપા બાળક ને પીવડાવતા .તાલુકા પચાયત ના પ્રમુખશ્રી મનુભાઈ ડાવરા. ડો.સીધ્ધપુરા સાહેબ. સંજયભાઈ મહેતા તથા સ્ટાફ ભાઈ ઓ તથા ગ્રામ જનો હાજર રહેલ.

Gujrat News
gujrat news

દામનગર

બાબરા ખાતે પોલિયા નાબુદી અભિયાન દીને લાઠી બાબરા દામનગર ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠૂંમર અને અર્બન હેલ્થ બ્લોક ના સ્ટાફ સી એ સી બાબરા પી એ સી સહિત ના કર્મચારી ઓ ની હાજરી માં બાળકો પોલિયા ના ટીપા પીવડાવ્યા .

Gujrat News
gujrat news

જોડીયા

જોડીયા તાલુકાના પંચાયતના સદસ્ય પ્રજ્ઞાબેન એમ.કાનાણી, હડિયાણા ગામના સરપંચશ્રી તથા પ્રા. આ. કેન્દ્રના આયુષ મેડીકલ ઓફીસર વૈઘ ચિરાગ પનારાની આગેવાનીમાં આજરોજ પલ્સ પોલીયો કાર્યક્રમનું  હડિયાણા ખાતે શુભારંભ કરવામાં આવેલ હતું.

જોડીયા તાલુકામાં કુલ ૦ થી પ વર્ષના ૬૮૮૫ બાળકોને પોલીયોના ટીપા પીવડાવવા માટે ૧૦ ‚ટ પર ટીમો ૬૬ બુથનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત પલ્સ પોલીયોની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓને આ અંગેની તાલીમ આપવામાં આવેલ હતી. તેમાં પોલીયો રસીકરણથી એક પણ બાળક વંચીત ન રહે તે માટેનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત બહારગામથી આવતા શ્રમિકોના બાળકોને પોલીયો રસીકરણથી આવરી લેવા માટે મોબાઇલ ટીમોનું તથા વાહનમાં અવર જવર કરતા લોકો માટે પોતાના બાળકોને પોલીયો રસીકરણથી આવરી લેવા માટે મોટા બસ સ્ટેશનમાં પણ પોલીયો બુથનું આયોજન કરવામાં આવેલ હતું.

ઉના

ઉના તાલુકામાં તા.૧૧ ને રવિવાર ના રોજ નાના ભુલકાઓને પોલીયાના ટીપા પીવડાવવામાં આવ્યા ઉના તાલુકા પંથકમાં આરોગ્ય સ્ટાફ પરીવાર આગોતરા આયોજન સાથે સરસ ઉમદા કાર્ય કરયું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.