Abtak Media Google News

શાળા શરૂ  થયા બાદ ફરીથી જીવન ધબકતું થયું છે: પ્રો. ભરત પાનેલિયા- ટ્રસ્ટી એસ.ઓ.એસ.સ્કૂલ

કોરોના મહામારીના કારણે શાળાઓ ૧૦ મહિના બાદ ફરીથી ખોલી છે. કોરોના એ મહાભારત કાળની યાદ અપાવી દીધી છે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્ર રક્તવર્ણા ધરતી પર લડાયું. મહાભારતમાં આમ તો અનેક યોદ્ધાઓ હતા. આમ છતાં દરેક પાત્ર જાણે ખાસ હોય કે મુખ્ય હોય તેવું વર્ણન છે. આજે પણ તે સમયના કૌશલ્યની સ્થિતિની જેમ છાત્રોએ અનુકરણ કરવું ઘટે. એકલવ્યએ અપ્રતિમ લગનથી જાતે જ શીખી ધનુર્વિદ્યા. તેમણે ગુરુભક્તિનું જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે અજોડ છે.

19

કોરોના મહામારીએ માતા-પિતાને શિક્ષક બનાવી દીધા હોવાના કિસ્સા બહાર આવ્યા હતા. પપ્પાએ દીકરા-દીકરીના ટયુશન લીધા તો મમ્મીએ રસોડાની સાથોસાથ ભણતરનો ભાર પણ ઊંચક્યો હતો. ઓનલાઇન શિક્ષકે લાખો બાળકોનું ભણતર રઝળતું અટકાવી દીધું આજે પણ મોટાભાગના બાળકો ઓનલાઇન શિક્ષણને અપનાવી રહ્યા છે ત્યારે હવે શાળાએ જ બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ શરૂ થઇ જતા સોનામાં સુગંધ ભળે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે.

ધ સ્કુલ ઓફ સાયન્સના ટ્રસ્ટી પ્રો. ભરત પાનેલિયાએ જણાવ્યું કે આજે જયારે શાળા ખૂલી છે. વિદ્યાર્થીઓ જોશભેર શાળાએ આવ્યા છે અને શાળામાં અભ્યાસ અર્થે જોડાયા છે. ખાસ તો જે રીતે ઓનલાઈન એજયુ. ચાલુ હતુ તે વિદ્યાર્થીઓને અધરૂ લાગતું હતુ ત્યારે શાળાના શિક્ષકો દ્વારા પૂરતા સહયોગ સાથે બાળકોને અભ્યાસ કરાવ્યો હતો. બાર સાયન્સની શાળા આજથી શરૂ થઈ છે. ત્યારે વિદ્યાર્થીઓમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એસઓએસ સ્કુલ પહેલાથી જ વિદ્યાર્થી હિતને ધ્યાને લઈ કાર્યો કરે છે. ત્યારે આ ૩૦૦ દિવસ દરમિયાન શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓનાં સહયોગથી ઓનલાઈન એજયુ. શરૂ રાખવામાં આવ્યું હતુ ખાસ તો જે રીતે આજે વિદ્યાર્થીઓ આવ્યા અને કલાસમાં બેસી કલાસ એટમોસફીયરમાં ભણ્યા તેનો ખૂબજ આનંદ માણ્યો છે. સવિશેષ આજે વાલીઓને અમારા પર ભરોસો છે. જેથી તેઓએ તેમના બાળકોને શાળાએ મોકલ્યા છે.શાળા શરૂ થતા જીવન ફરી ધબકતું થયું હોય તેવું લાગી રહ્યું છે. અને આજે વિદ્યાર્થીઓ એકલાખની જેમ શિક્ષણ મેળવ્યા બાદ ફરી શાળાએ આવ્યા છે. જેથી હવે શાળામાં પ્રાણ પૂરાણા હોય તેવું લાગે છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા આપનાર છે.ત્યારે વિદ્યાર્થીઓનેજે કંઈ ઘટતું હશે તે પૂરૂ પાડી તેમના તમામ પ્રશ્ર્નોનું નિરાકરણ આપી શકીએ તેવા પ્રયાસો કરાશે.

સાયન્સના વિદ્યાર્થીઓની ભણવાની તત્પરતાએ સંખ્યા ૮૦ ટકાએ પહોંચાડી

ધ સ્કુલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે જયાં સુધી શાળા બંધ હતી ત્યાં સુધી ઓનલાઈન ટીચીંગ ચાલુ હતુ. પરંતુ ગત ૩૦૦ દિવસમાં શિક્ષર મેળવવું ખૂબજ અધરૂ પડયું છે. ટિસર્ચ જે રીતે ભણાવે છે અને ઘરે ભણવું તદ્ન અલગ પડયું. ખાસ તો એકલવ્ય જે રીતે ગૂરૂ દ્રોણની પ્રતિમા સામે રાખી શિક્ષા મેળવી હતી ત્યારે ઓનલાઈન શિક્ષણમાં દરેક વિદ્યાર્થી એકલવ્ય જેવી અનૂભૂતી રહી ખાસ શિક્ષકો દ્વારા એક એક વિદ્યાર્થી પર વ્યકિતગત ધ્યાન આપે છે.જેથી દરેકને સરળતા રહે છે. ઉપરાંત સાયન્સમાં જે રીતે આકૃતી અને આંકડાઓનું મહત્વ વધારે છે. ત્યારે ઓનલાઈન અતિ મુશ્કેલી પડતી અને વિદ્યાર્થીઓનાં પોત પોતાના ગ્રુપ છે. ત્યારે ઓનલાઈન એજયુકેશન કારણે ગ્રુપ ડિસકસન પણ ન થયું આ સમયગાળામાં વિદ્યાર્થીઓ સૌથી વધારે ટિચર, સ્કુલ અને ફ્રેન્ડસને મીસ કર્યા દરેક વિદ્યાર્થી હવે નવા નીતિ નિયમો સાથે શાળાએ આવી અભ્યાસ કરી રહ્યા છે. તેનો આનંદ અનેરો જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.