ચાલો ગાંધીને મળવા જઈએ…

અબતક મીડિયાનાં ફેસબુક લાઈવમાં ૫૫૭૨૪ લોકોએ ગાંધી યાત્રા માણી

મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ અવસરે અબતક મીડીયા દ્વારા તેના ફેસબુક લાઈવ કાર્યક્રમમાં ‘ચાલો ગાંધીને મળવા જઈએ’ શિર્ષક તળે સુંદરલાઈવ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ જેમાં સૌરાષ્ટ્ર-ગુજરાત સાથે સમગ્ર દેશ વિદેશમાંથી ૫૫૭૨૪ લોકો લાઈવ જોડાઈને સુંદર કાર્યક્રમ માણ્યો હતો.

અરૂણ દવે અને મનોજ ઠકકરનાં સુંદર એન્કરીંગમાં અબતક કાર્યાલયેથી જ ગાંધીયાત્રા શરૂ કરીને મહાત્મા ગાંધી સ્કુલ ખાતેના સુંદર મ્યુઝિયમમાં દરેક રૂમની મુલાકાત પ્રસંગોને વર્ણવતી કલા ગાંધીના ડેલામાં જયાં ગાંધીજીએ બચપણ માણ્યું ને એજ મકાનમાં લગ્ન થયા તેવા મીઠડા પ્રસંગો બંને એન્ક્ર દ્વારા શ્રેષ્ઠ રીતે વર્ણવાયા હતા. સમગ્ર ૧ કલાક ૪૦ મીનીટનાં લાઈવ પ્રોગ્રામમાં છેલ્લે રાષ્ટ્રીય શાળાનાં હોલનાં દ્રશ્યો સાથે મહાત્માના જીવન પ્રસંગોની વાતો લાઈવ રજૂ કરાઈ હતી.

ચાલુ લાઈવે દર્શકો દ્વારા વિવિધ પ્રશ્નોને વણીને પણ ગાંધીયાત્રામાં માહિતી આપવામાં આવી હતી.સતત બે કલાક જેટલા કાર્યક્રમમાં પોરબંદર-રાજકોટ સાથે વિદેશનાં વિવિધ પ્રસંગો સાથે ગાડીનો પ્રસંગ, પાસની હોળી, પ્રાર્થનાસભા- શ્રધ્ધાસુમન જેવા પ્રસંગો લાઈવ બતાવ્યા હતા જે ગ્રાઉન્ડમાં ગાંધીજી રીસેષમાં રમતા તે ગ્રાઉન્ડના દ્રશ્યો સાથે દર્શકો ભાવ વિભોર થયા હતા સમગ્ર એન્કરીંગ અરૂણ દવે એ સરળ શબ્દો સાથે કરતા લાઈવ નિહાળતા દર્શકો પ્રભાવિત થયા હતા. ૧૩ હજારથી વધુ લોકોએ આખુ લાઈવ નીહાળી ‘અબતક’ ચેનલની પ્રશંસા કરી હતી.

સતત બે કલાક કેમેરામેન સાગર ગજજર અને દિપેશ ગજજરે જહેમત ઉઠાવી હતી. સ્થળ ઉપર લાઈવની સાથે જૂના રાજકોટના રસ્તા તેની વાતો લાઈવમાં રજૂ કરતા દર્શકો પણ ઘણી કોમેન્ટ કરતા હતા ‘અબતક’ લાઈવ કાર્યક્રમમાં વિવિધ માહિતીનો ભંડાર જોવા જાણવા મળતા દિન પ્રતિદિન દર્શકોની સંખ્યા વધતી જાય છે.

Loading...