Abtak Media Google News

લાલ સાડીમાં સજજ મહિલાઓ સાથે ૧૦૦૦ થી વધુ બાઇક સવારો જોડાયાં: ૧૬.૫ કી.મી.ની યાત્રાના પ્રસ્થાનમાં પટેલ સમાજ, પટેલ પ્રગતિમંડળ સહિતની સમાજની વિવિધ સંસ્થાઓ જોડાઇ: ઠેર ઠેર સમાજના આગેવાનો દ્વારા રથ અને રેલીનું શાનદાર સ્વાગત કરાયું

ચલો બુલાવા આયા હૈ…. માઁ ઉમિયાને બુલાયા હૈ.. ના ગગનભેદી નારાઓ સાથે ગઇકાલે રાજકોટના રાજમાર્ગો ગુંજી ઉઠયા હતા. લાલ સાડીમાં સજજ મહિલાઓ, ઝભ્ભામાં સજજ યુવકો, કપાળમાં માઁ ઉમિયાની પ્રસાદી સ્વરુપ તીલક, માઁ ઉમિયાના કાર્યની કટિબઘ્ધતાના પ્રતિકરુપે ગળામાં ખેસ અને દિવ્ય ભવ્ય સુશોભીત માઁ ઉમીયાના રથ સાથે ગઇકાલે સવારે ૧૦૦૦ થી વધુ કડવા પાટીદાર યુવાનો- યુવતિઓની બાઇક રેલી જયારે રાજકોટના રાજમાર્ગો પણ ફરી ત્યારે ભકિત અને શકિતનું અનુપમ દ્રશ્ય જોવા મળ્યું હતું.

તા.૧૮ થી રર ડિસેમ્બર દરમ્યાન ઉંઝા ખાતે યોજાનારા માઁ ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં દર્શનાથેૃ પહોચવા રાજકોટમૉ વસતા કડવા પાટીદારના પ્રત્યેક ઘર સુધી માઁ ઉમિયાનું નિમંત્રણ પહોંચાડવા એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું.

Img 20191209 Wa0002

પટેલ સેવા સમાજ, પટેલ પ્રગતિ મંડળ અને રાજકોટમાં વિભિન્ન સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલી સમાજની વિવિધ સંસ્થાઓના સક્રિય સહયોગથી યોજાયેલી આ બાઇક રેલીનું સવારે સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન થયું તે પૂર્વે યોજાયેલી મહાઆરતીના સમાજના પ્રમુખ અરવિંદભાઇ કણસાગરા (ફિલ્મમાર્શલ ગ્રુપ) સમાજ સંગઠનના પદાધિકારીઓ, કારોબારી સદસ્યો તથા પટેલ સમાજના અનેક પરિવારો ઉ૫સ્થિત રહ્યા હતા.

રેલીના પ્રસ્થાન સમયે પ્રમુખ અરવિંદભાઇ જાતે માઁ ઉમિયાનો રથ ઉમિયા ચોક સુધી હંકાયો હતો તો તેમણે સાયકલ સવારી કરી સૌ યુવાનો સાથે યાત્રા પણ કરી હતી.

Img 20191209 Wa0017

પ્રસ્થાન બાદ અંબિકા ટાઉન શીપ, ઉમિયા ચોક, મવડી ચોકડી, નાના મવા, સૂર્યમુખિ હનુમાન મંદિર, રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, અમીન માર્ગ, પાવન પાર્ક મંદિર, આત્મીય કોલેજ, પુષ્કરધામ, પંચાયતનગર ચોક, ઇન્દીરા સર્કલ:, રવિરત્નપાર્ક ચોક, જનકપુરી થઇ પાટીદાર ચોકના પેન્થર ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું.

કુલ ૧૬.૫ કિલોમીટરની આ યાત્રા પ્રસ્થાનથી શરુ કરી સમાપન સુધીના છ કલાક દરમ્યાન શિસ્તબઘ્ધ રીતે, ટ્રાફીકને અડચણ ન થાય તે રીતે રાજમાર્ગો  પર માઁ ઉમિયાનો નાદ ગુંજાવતી રહી હતી. રેલી રુટ પર ઠેર ઠેર સમાજના પરિવાર તથા અન્ય સમાજના આગેવાનો દ્વારા ઉમિયા  માતાજીના રથ અને રેલીનું શાનદા ર સ્વાગત કરાયું હતુઁ.

ઉમિયા ચોક ખાતે કોંગ્રેસ પક્ષ તરફથી બાઇક રેલીનું શ્રઘ્ધાપૂર્ણ સ્વાગત કરાયું હતું. કોંગ્રેસના અનેક અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા. એજ રીતુે ભાજપ દ્વારા રથ અને રેલીનું ભકિતપૂર્ણ સ્વાગત આત્મીય કોલેજ પાસે કરાયું ત્યારે શહેર ભાજપના અગ્રણીઓ પણ ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા.

આ રેલીનું ખાસ આકર્ષણ એ હતું કે બાઇક રેલીમાં ૧૧૮ સાયકલ સવારો પણ જોડાયા હતા. આ સાયકલ સવારો તા. ૧પમીના સાયકલ યાત્રા રાજકોટથી શરુ કરી તા. ૧૮મીએ સવારે ઉંઝા પહોચવાના છે.

Img 20191209 Wa0005

સમગ્ર રૂટ દરમિયાન માઁ ઉમીયાના ભજન અને સ્તવનો સતત ગવાતા રહ્યા હતા. સમાજના યુવાનો યોજિત કાર્યક્રમમાં પ્રમુખ સહિતના આગેવાનો બાઇક રેલીમાં છેક સુધી જોડાયેલ રહેતા યુવાનોનો ઉત્સાહ બેવડાયો હતો.

સમગ રૂટમાં સમાજનું શિસ્ત, મા ઉમિયા તરફની ભકિત અને સમાજ સંગઠનની શકિત ઉડીને આખે વળગી હતી.

પાટીદાર ચોકમાં પેન્થર ગ્રાઉન્ડમાં  પેન્થર ગ્રુપ દ્વારા સમાપન કાર્યક્રમની પણ અનુપમ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. સમાપન સમયે બહેનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને તે પછી મહાઆરતી સાથે બાળક રેલીનું સમાપન થયું હતું.

પટેલ સેવા સમાજના સંગઠન પ્રમુખ મનીષભાઇ ચાંગેલાના નેતૃત્વમાં શહેરના વિવિધ વોર્ડમાં તૈયાર થયેલી યુવાનોની ટીમ દ્વારા આયોજીત  આ કાર્યક્રમની સફળતા સઁગઠન શકિતને આભારી હોવાનું જણાવી તેમણે કહ્યું હતું કે સમાજના વડીલોનું માર્ગદર્શન અને સંગઠીન યુવા શકિત સમાજ ઉત્કર્ષના કામોમાં હરહંમેશ  કટિબઘ્ધ રહેતા હોય છે આજની રેલીની સફળતા પણ  તેને જ આભારી છે.

અરવિંદભાઇ પટેલ ર્માં ઉમિયા રથના સારથી બન્યાં

Img 20191209 Wa0009

પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઇ પટેલ (ફિલ્મ માર્શલ ગ્રુપ) મહાઆરતી બાદ બાઇક રેલીનું પ્રસ્થાન થયું ત્યારે માઁ ઉમિયાના રથના સારથી બન્યા હતા. તેમણે માઁ ઉમિયાનો રથ સ્પીડવેલ પાર્ટી પ્લોટથી ઉમિયા ચોક સુધી હંકાયો હતો. હરહમંશે સમાજ કાર્યમાં યુવા શકિતને સામેલ  કરવાના આગ્રહી અરવિંદભાઇએ પછી બાઇક રેલીમાં સામેલ સાયકલ સવારો સાથે જોડાયા હતા. અને કોલોની મેઇન રોડ પર જયારે બાઇક રેલી પહોંચી ત્યારે તેમણે જાતે સાયકલ સવાર પણ કરી સૌ રેલીઇસ્ટોનો ઉત્સાહ વધાર્યો હતો. સમગ્ર રેલી દરમિયાન પ્રમુખ સાથે સમાજના ટ્રસ્ટીઓ, કારોબારી સદસ્યો:, વિભિન્ન સંસ્થાના પદાધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ પણ જોડાયા હતા.

કડવા પાટીદાર ઉપરાંત તમામ સમાજ લક્ષચંડી મહાયજ્ઞમાં ભાગ લેશે: મનિષ ચાંગેલા

Vlcsnap 2019 12 09 08H59M21S197

મનીષભાઇ ચાંગેલાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પટેલ સેવા સમાજ રાજકોટ દ્વારા વિશાળ બાઇક રેલીનું ઉમિયાજીના રથ સાથે આયોજન કરવામાં આવ્યું છે. આ બાઇક રેલીનો ઉદ્દેશ્ય એ છે કે ઉમિયામાતા ઉંઝામાં યોજાનાર લક્ષ્યચંડી યજ્ઞ ના ભાગરુપે તેના પ્રચાર પ્રસાર માટે આયોજન કરાયું છે. સમાજના સમાજીક શૈક્ષણીક તથા ઔદ્યોગીક વિકાસની ક્ષીતીજ સર કરવા માટે મા ઉમિયાનો મહોત્સવ માઘ્યમ છે. અને દેશ વિદેશમાંથી કડવા પાટીદાર સમાજ સહીત તમામ સમાજે દલીત સમાજ, રધુવંશી સમાજ, જૈન સમાજ, બ્રહ્મ સમાજ, રબારી સમાજ વગેરે મહોત્સવમાં લક્ષ્યચંડી મહાયજ્ઞમાં ભાગ લેનાર છે. અને લક્ષ્ય ચંડી મહાયજ્ઞનો લ્હાવો લેવા માટે દરેક સમાજ જોડાયા છે. ૧૮ થી ર ડીસેમ્બરના રોજ આ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦ થી ૬૦લાખ લોકો આ ભાગ લેશે. સ્પીડવેલ પાર્ટી પ્લોટઠથી બાઇક રેલીનું ટાઉન શીપ, ઉમીયા ચોક, રૂદ્રાક્ષ તથા શહેરના રાજમાર્ગોમાં થઇ પાટીદાર ચોક ખાતે તેનું સમાપન થયું છે.

સ્ત્રીઓ માતાજીનું સ્વરૂપ હોય તેથી અમે લાલ ડ્રેસમાં સજજ થયાં: ક્રિમા હુડકા

Vlcsnap 2019 12 09 08H59M54S23

ક્રીમા હુડકાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉંઝા લક્ષ ચંડીમય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. અનુસંધાને રાજકોટ ખાતે બાઇક રેલી તેમજ શોભાયાત્રા યોજાઇ છે. મહીલા મોરચાએ પણ તેની માટે ઘણી તૈયારીઓ કરી છે આ પ્રચારમાં મહિલા મોરચો લાલ ડ્રેસમાં સજજ થઇ આવ્યો છે કેમ કે ઉંઝામાં યોજાનાર લક્ષ ચઁડી મહાયજ્ઞ અમારા માટે પર્વ છે. એમ પણ માનવામાં આવે કે સ્ત્રીઓ માતાજીનું  સ્વરુપ હોય તે માટે અમે લોકો લાલ ડ્રેસ પહેરીને આ શોભાયાત્રામાં આવ્યા છીએ.

મહિલા મોરચાના કન્વીનરો ઉમિયા ધામે ભગીરથ કાર્યમાં જોડાશે: હેતલબેન કાલરીયા

Vlcsnap 2019 12 09 08H59M45S179

હેતલબેન એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અવસરે મહિલા મોરચામાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌ કોઇ ખુબજ ઉત્સાહીત છે કે જલ્દી માઁ ઉમિયાનો ઉત્સવ આવે અને તેન ઉજવીએ. મહિલા મોરચાના જે ક્ધવીનરો છે તે બધાએ બાઇક રેલીમાં વ્યવસ્થા સાચવી છે અને ઉંઝામાં ઉમિયાના ધામ જઇ ત્યાં પણ ભગીરથ કાર્યમાં સેવા આપવાના છે.

૧૫મીએ ૧૧૮ સાયકલ યાત્રીકો પ્રસ્થાન કરશે: ભાણજીભાઈ

Vlcsnap 2019 12 09 08H50M55S210

સંતોકી ભાણજીભાઈએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, લક્ષચંડી યજ્ઞને અનુસરી જે એકસો અઢાર સાયકલાત્રા રાજકોટથી ઉંઝા જવની છે. તે પંદરમી ઓગષ્ટના રોજ રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ પશુપતિનાથ મહાદેવ મંદિર ખાતેથી પ્રસ્થાન થશે.

૧૮મીએ ઉંઝા પહોચીશું: સાયકલ યાત્રી

Vlcsnap 2019 12 09 08H51M13S151

સાયકલયાત્રીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુ કે, અમારૂ સાયકલ ગ્રુપ માં ઉમીયાજીના ધામ ઉંઝા જવા માટે તારીખ પંદરના સવારે સાત વાગે રવાના અને તારીખ અઢારના સવારના સાત વાગે તેઓ પહોચી જશે.

શહેર ભાજપ દ્વારા બાઈક રેલીનું ભવ્ય સ્વાગત

Press 8 12 19

પટેલ સેવા સમાજ, આયોજીત ઉમીયા માતાજી સંસ્થાન ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. ત્યારે આ લક્ષચંડી યજ્ઞમાં શહેરની ધર્મપ્રેમી જનતા વધુને વધુ જોડાય તે માટે ઉમીયા પરિવાર રાજકોટ દ્વારા વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ ત્યારે આ રેલીનું કાલાવડ રોડ, આત્મીય કોલેજ પાસે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને ગુજરાત મ્યુનિસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમા શહેર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ આ તકે અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિંહ ઠાકુર, નિતીન ભૂત, માધવ દવે, અશ્ર્વીન પાંભર, બીપીન ભટ્ટી, ભરત સોલંકી, અતલ પંડિત સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશભાઈ મીરાણીએ અબતક સાથેની વાતચીત કરતા જણાવ્યું હતુકે, સમગ્ર ઉમીયા પરિવાર કડવા પાટીદારના કુળદેવીમાં ઉમીયાજીની આજ શોભાયાત્રા છે આ શોભાયાત્રા ઉંઝા ખાતે આગામી બાવીસ ડીસે.જે લક્ષચંડી યજ્ઞ થવાનો તેના અનુસંધાને છે. જયા પચાસ લાખથી વધારે કડવા પાટીદાર સમાજના ભાયો બહેનો હાજરી આપવાના તે પ્રચાર પ્રસાર માટે ઉમીયા યુવા સમિતિ દ્વારા રાજકોટ ખાતે ભવ્ય રેલીનું આયોજન રખેલ છે. ત્યારે ભારતીય જનતાપાર્ટી રાજકોટ મહાનગર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરતાઓ જોડાયા હતા.

Img 20191209 Wa0039

લક્ષચંડી મહાયજ્ઞ પ્રસંગે મેપ ઓઇલ કંપનીના માલિક મેહુલભાઇ પટેલ દ્વારા કોટી અને ટોપીનું લોન્ચિંગ

Img 20191209 Wa0042

આજરોજ લક્ષચંડી મહાયજ્ઞની સ્વયંસેવક કમીટી દ્વારા મેપ ઓઇલ કંપનીના માલિક મેહુલભાઈ પટેલ, ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ, ઉમિયા માતાજી સંસ્થાનના મંત્રી દિલીપભાઈ (નેતાજી) એપીએમસી ઉંઝાના ચેરમેન દિનેશભાઈ પટેલ (પાર્થ) સ્વયંસેવક કમીટીના ચેરમેન અશ્ર્વિનભાઈ પટેલ દ્વારા કોટી અને ટોપીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.