Abtak Media Google News

શ્રાવણના પવિત્ર મહિનામાં મંદિરોનાં આંગણાં અને ગર્ભગ્રહ વિશુધ્ધ અને સ્વચ્છ કરીએ તે આપણો સવા અબજ દેશવાસીઓનો ધર્મ !!

પુરાણ પ્રસિધ્ધ શ્રવણના અંધ માતાપિતાએ રામાવતારના દેશકાળમાં અયોધ્યાનગરીમાં ચક્રવર્તી રાજા દશરથનું રાજ હતુ તે વખતે તેમના પુત્ર શ્રવણ કુમારને આપણા દેશના વિવિધ તિર્થધામોમાં લઈ જઈને દર્શન કરાવવાનું કહ્યું હતુ અને જે વખતે તિર્થધામોએ જવાઆવવાનાં કોઈ સાધનો ન્હોતા તે વખતે શ્રવણે કાવડમાં બન્નેને આગળ પાછળ બેસાડીને તેમને જાત્રા કરાવી હતી એમ આપણો ઈતિહાસ દર્શાવે છે, એ ઘટનામાં માબાપ અને પુત્ર વચ્ચેની વહાલભીની સંવેદનાનું પ્રતિબિંબ પડે છે.

આટલા લાંબા દેશકાળ બાદ પણ શ્રાવણ મહિનાનો અને તિર્થધામોનો મહિમા જેવો ને તેવો રહ્યો છે, છતાં હા, જો પરિવહનના આજના જેવા સાધન સુવિધાઓ હોતતો શ્રવણને અને તેના અંધ માબાપને કાવડ દ્વારા આવનજાવનનું કષ્ટ ભોગવવું ન પડત અને તેનો શ્રવણ-યાત્રા જેવો કરૂણ અંત ન આવત.

આપણા દેશમા હિન્દુ મુસલમાન, શિખ, જૈન, ખ્રિસ્તી વગેરે કોમોના ઘણા બધા મંદિરો, ધર્માલયો છે.

અત્યારે આપણા ધર્મસ્થાનો, તિર્થસ્થાનોની હાલત એવી છે કે, કાંતો એની નીતિરીતિઓ, નિયમો ધારાધોરણ અને આસપાસની સ્થિતિતતશ વાતાવરણ જોઈને ગુસ્સોવે કાંતો હૃદય મન કચવાટ અનુભવે અથવાતો અસ્વસ્છતા અને અશુધ્ધિઓ ઓબકાવે, ભિક્ષુઓ કંટાળો આપે, યાત્રીકોની ભીડ પર શિસ્તનું કોઈ નિયંત્રણ નહિ, પગરખાઓનાં સ્થાને પડાપડી ભોજન-પ્રસાદના સ્થાન પણ ધકકામૂકી અને ઢોળફોડ અને ગર્ભગૃહોના સ્થાને પણ કાન ફાડી નાખે એવા જોરજોરથી થતા મંત્રોચ્ચાર જુદી જુદી ચીજો વેચતા વેપારીઓએ રોકેલા લોકોની બૂમરાણ અને દોડધામ તિર્થધામોનાં પાવિત્ર્યને હચમચાવે છે.

તિર્થધામો, ધર્માલયોમાં ભાતભાતના અસંખ્ય લોકો એકઠા થાય છે. આપણો સમગ્ર સામાજીક, સંસ્કૃતિક અને ધાર્મિકતના વ્યવહારો ચોખ્ખા રહ્યા નથી. મતિભ્રષ્ટ લોકો અને રાજકારણીઓ પાખંડો, દાનપૂણ્યના ખેલ, સખાવતોની ચાલબાજીઓ વગેરે ચાલુ રાખે છે. એમાં પરમ તપસ્વીઓ પણ હોય છે. અને પવિત્ર લોકો પણ પાખંડ રચે છે.

તમે ગમે તેટલા સંપત્તિવાન અને ગમે તેવા મોટા સતાધીશ હશો તો પણ તમારી અહીથી જવું જ પડશે. એ સનાતન સત્યની તેઓ કોઈ અંધજનની જેમ ઉપેક્ષા કરે છે. આવા સનાતન સત્ય તરફ નજર કરવાની હિંમત તેમનામાં રહેતી નથી.

બીજી રીતે કહીએ તો હાલનું રાજકારણ દેશનું એક મોટામાં અનિષ્ટ છે અને રાષ્ટ્રની સમસ્યાઓનું તે એક મૂળ પણ છે.

આપણા દેશમાં બીજો કોઈ મોટો રોગ હોય તો તે ધાર્મિક અને સાંપ્રદાયીક વિભિન્નતા છે. આપણા દેશમાં અને આખી દુનિયામાં ધર્મો એકબીજાની સામે ઝગડતા રહ્યા છે. ખૂન ખરાબા કરતા રહ્યા છે.

બધી રીતે નિહાળતા આપણા દેશનો એક બહુ મોટો વર્ગ ધાર્મિક બાબતોમાં પરંપરાગત માન્યતાઓમાં ‘આગુસે ચલી આતી હૈ એવી મનોદશામાં અને શ્રધ્ધા-અંધશ્રધ્દાઓ, વહેમો, તેમજ શંકા-આશંકાઓમાં ગોટે ચઢયો છે. એ ધાર્મિક મટયો’ નથી, છતા આજના બદલાતા રહેલા જમાનામાં એ સત્યાસત્યની બાબતોમાં ગૂંચવાતો રહ્યો છે.

આપણી શ્રવણ સંસ્કૃતિ, શ્રાવણી કથાઓ-સત્સંગ વગેરેને એ અનુસરવા એ પ્રેરાય છે. ખરો, પણ એ બધુ સાચા અર્થમાં સમજવાએ ઠેસ, ઠેબા, ગઠથોલીયા ખાય છે.

અત્યારે તિર્થધામોની જે કઢંગી હાલત છે. તે એમને અકળાવે છે. અને એવો પોકાર પણ કરે છે કે, ચાલો આપણે આપણા તિર્થધામોને વાળીચોળીને અને ધોઈધફોઈને સ્વચ્છ અને વિશુધ્ધ કરી નાખીએ.

આપણા સમાજની હાલત પણ એટલી જ કઢંગી અને કદરૂપી થઈ ગઈ છે. એને તિર્થધામોની જેમ બધી રીતે સ્વચ્છ તથા વિશુધ્ધ કર્યા વિના ચાલે તેમ નથી, પસ્તાવાનો જ વખત આપશે !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.