Abtak Media Google News

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

સમગ્ર ગુજરાતના ટોપટેન હાસ્ય કલાકારોમાં ગણના પાત્ર અને નાની ઉમરમાં હાસ્ય કલા ક્ષેત્રે હરણફાળ ભરનાર રાજકોટના પ્રસિઘ્ધ હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાનો જન્મ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેરાજા (ભલસાણ) ગામે થયો છે.

ઇ ટીવી દ્વારા રમુજ નો રાજા હાસ્ય સ્પર્ધામાં વીનર થયા પછી ‘રમુજ નો રાજા’ જાણે ચુડાસમાનું તખલ્લુસ હોય તેમ નામની આગળ આ વાકય જીવનમાં ઉતારનાર આ હાસ્ય કલાકારે વિદેશમાં સીંગાપુર, અબુધાબી, દુબઇ, કેન્યા, હોંગકોગ તેમજ દેશના મહારાષ્ટ્ર, છત્તીસગઢ, દિલ્હી, કલકતા વગેરે જેવા રાજયો શહેરોમાં હાસ્યના કાર્યક્રમો દ્વારા ખુબ જ લોક ચાહના મેળવી છે.

આવા પ્રસિધ્ધ હાસ્ય કલાકાર ગુણવંત ચૂડાસમાના હાસ્ય દરબારમાં આપણે સૌ પેટ પકડીને હસવા માટે તૈયાર થઈ જઈએ, ચૂકશો નહીં ‘ચાલને જીવી લઈએ’

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને  ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

ઈન કેબલ ચેનલ નં.૫૬૧ – ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭  –  મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦              સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦

કલાકારો

કલાકાર: ગુણવંત ચુડાસમા

ડીરેકટર એન્કર: પ્રિત ગોસ્વામિ

તબલા: મહેશ ત્રિવેદી

પેડ: કેયુર બુધ્ધદેવ

કીબોર્ડ: પ્રશાંત સરપદડિયા

આજે પ્રસ્તુત

હાસ્ય દરબાર

જ્ઞાન સાથે ગમ્મત જેવી હાસ્યની વાતો

લોકસાહિત્ય

દુહા-છંદ, ગીતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.