Abtak Media Google News

મહિલા કોર્પોરેટરો ઘેર ઘેર જઈ સ્વચ્છતાનું મહત્વ સમજાવે : મેયર

આગામી જાન્યુઆરી-૨૦૧૯માં યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પદાધિકારીઓ અને કોર્પોરેટરોની મીટીંગ યોજાઈ…… ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અમલમાં છે જેમાં દેશના જુદા જુદા શહેરો વચ્ચે સ્વચ્છતા હરીફાઈ યોજવામાં આવેલ છે. આગામી જાન્યુઆરી-૨૦૧૯માં સ્વચ્છતા સર્વેક્ષણ યોજાનાર છે. જેના અનુસંધાને આજરોજ પદાધિકારી-કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઈ.

આ મીટીંગમાં મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, સેનિટેશન સમિતિ ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, ડે.કમિશનર ગણાત્રા કોર્પોરેટરશ્રી મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, ડો.દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, અનીતાબેન ગૌસ્વામી, હિરલબેન પારેખ, રાજુભાઈ અઘેરા, દુર્ગાબા જાડેજા, ગાયત્રીબા વાઘેલા, જાગૃતિબેન ડાંગર, પારૂલબેન ડેર, મનસુખભાઈ કાલરીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની એ સ્વચ્છતા સર્વેક્ષણ અંતગર્ત માહિતી આપતા જણાવેલ કે, ભારત સરકાર દ્વારા યોજાનાર સ્વચ્છતા સર્વેક્ષણ હેઠળ દેશના ૪૦૦૦ વધુ શહેરોને આવરી લેવામાં આવે છે. આ સ્વચ્છતા હરીફાઈમાં ૫૦૦૦ માર્કિંગ પેટર્ન રહેશે. જેમાં વસ્તીનો ક્રઈટ એરિયા ધ્યાને લેવામાં આવશે. જેમાં ૧૨૫૦ માર્કિંગ મુજબ ચાર ભાગમાં વહેંચવામાં આવેલ છે. કચરો કલેક્શન જેમાં કચરો અલગ લઈએ છીએ કે મીક્ષ કચરો લઈએ છીએ, પ્રોસેશિંગ, કેપેસીટી બિલ્ડીંગ, સર્વિસ ડેવલોપમેન્ટ, થર્ડ પાર્ટીની મુલાકાત લઇ લોકોનો અભિપ્રાય, શૌચ ક્રિયા મુક્ત, પ્લાસ્ટિક માટે અલગ અલગ કલેક્શન, ગાર્બેજ કલેક્શનના અલગ અલગ સ્થળો વિગેરે જુદી જુદી અનેક બાબતોએ સર્વેક્ષણ ટીમ દ્વારા સર્વે કરી માર્ક આપવામાં આવશે.

આ મીટીંગમાં મેયર બિનાબેન આચાર્ય એ જણાવેલ કે, સ્વચ્છતા સર્વેક્ષણની માહિતી જાણવામાં આવી. આ માટે આપણે શહેરના જવાબદાર કોર્પોરેટર તરીકે કામગીરી કરીએ અને આપણું શહેર કાયમી સ્વચ્છ રહે તે જાળવવા સતત પ્રગતિશીલ રહીએ. ખાસ કરીને ઘર ઘર સુધી સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવા બહેનો કોર્પોરેટરની વધુ જવાબદારી રહેશે. જેથી કોર્પોરેટર બહેનોને ખુબ જ જાગૃત રહેવા અપીલ કરેલ.

આ મીટીંગમાં સ્ટેન્ડિંગ કમીટીના પૂર્વ ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજએ જણાવેલ કે, આપણું શહેર સ્વચ્છ અને સુંદર બને તે માટે સૌ સાથે તમામ કોર્પોરેટરએ કામ કરવું પડશે, તેમાં આ કામગીર કોઈ એક પક્ષની નથી તમામ ચુંટાયેલા કોર્પોરેટરએ ટીમ વર્ક સ્વરૂપે વિસ્તારમાં જવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.