લ્યો બોલો……લોકડાઉનનો ભંગ કરતા આટલા શખ્સોની ધરપકડ

લોકડાઉનનો ભંગ કરતા ૮૭૨ શખ્સોની ધરપકડ

રાજકોટ, ગ્રામ્ય, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દ્વારકા અને બોટાદમાં ૪૨૮ વાહન ડીટેઇન કરાયા

કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો હોવાથી ભારતમાં કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા લોક ડાઉન ત્યારે લોક ડાઉનનો ભંગ કરી લટાર મારવા નીકળેલા સૌરાષ્ટ્રના ૮૭૨ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ, રૂ રલ, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, પોરબંદર, અને સુરેન્દ્રનગર પોલીસે લોક ડાઉનનો અમલ કરાવવા ૪૨૮ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ શહેરના ભગવતીપરા, મોરબી રોડ જકાત નાકા, સંત કબીર રોડ, આશ્રમ રોડ, ગોવિંદ બાગ, કેશરે હિન્દ પુલ, બેડીપરા, મેંગો માર્કેટ અને કારડીયા ચોક પાસેથી ૧૪ શખ્સોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ચુનારાવાડ, ભાવનગર રોડ રાજમોતી મીલ અને આજી ડેમ ચોકડી પાસેથી ૯ શખ્સને થોરાળા પોલીસે ધરપકડ કરી છે. ગાયત્રીનગર મેઇન રોડ પાસેથી ભક્તિનગર પોલીસે ૨ શખ્સોની ધરપકડ કરી છે. નવાગામ આણંદપર અને રાણપર નવાગામ પાસેથી ૧૫ શખ્સોની કુવાડવા પોલીસે ધરપકડ કરી છે. માંડા ડુંગર, હરસિધ્ધી સોસાયટી અને બ્રહ્માણી હોલ પાસેથી ૮ શખ્સોને આજી ડેમ પોલીસે ધરપકડ કરી છે. લક્ષ્મીનગર, અંકુર સોસાયટી, કોટેચા ચોક, આનંદ બંગલા ચોક, રાધાનગર, સહયોગ હોસ્પિટલ અને કે.કે.વી. ચોક પાસેથી ૯ શખ્સોની માલવીયાનગર પોલીસે ધરપકડ કરી છે. રેલનગર, રેફયુઝી કોલોની અને પોલીસ હેડ કવાર્ટર પાસેથી ૧૧ શખ્સોની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે. હનુમાન મઢી, માધાપર ચોકડી, ઘંટેશ્ર્વર ચેક પોસ્ટ, ઇન્દિરા સર્કલ, એસ.કે.ચોક અને રામાપીર ચોકડી પાસેથી ૧૨ શખ્સોની ગાંધીગ્રામ પોલીસે ધરપકડ કરી છે. મોટા મવા, ભીમનગર સર્કલ, બાલાજી હોલ, વાવડી ચોકી, ઓમનગર અને પાટીદાર ચોક પાસેથી ૧૦ શખ્સોને તાલુકા પોલીસે ધરપકડ કરી છે. રામાપીર ચોકડી, શિતલ પાર્ક, પૂષ્કરધામ, ભગતસિંહ ગાર્ડન, યુનિર્વસિટી રોડ, વીરડા વાજડી અને આકાશવાણી ચોક પાસેથી ૧૧ શખ્સોની યુનિર્વસિટી પોલીસે ધરપકડ કરી છે. ગાંધીગ્રામ અને ટ્રાફિક બ્રાન્ચે ૩૧૯ વાહન ડીટેઇન કર્યા છે.

રાજકોટ ગ્રામ્યના કોટડા સાંગાણી ૮, જામકંડોરણા ૪, ધોરાજી ૧૬, જેતપુરમાં ૩૫, લોધિકામાં ૭, ગોંડલમાં ૨૯, ઉપલેટામાં ૧૪, વિરપુરમાં ૩, આટકોટમાં ૭, પડધરીમાં ૧૩, ભાયાવદરમં ૧૪, જસદણમાં ૧૫, વિછીંયામાં ૩, ભાડલામાં ૩ અને શાપરમાં ૧૦ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. બોટાદમાં ૩૯, દેવભૂમિ દ્વારકામાં ૩૧, ગીર સોમનાથમાં ૩૮, પોરબંદર ૯૩, મોરબીમાં ૧૧, ભાવનગર ૧૭૦, સુરેન્દ્રનગર ૨૯, જૂનાગઢમાં ૧૬૨, જામનગર ૪૬, અને અમરેલી ૭૬, શખ્સોની ધરપકડ કરી છે. રાજકોટ શહેર, ગ્રામ્ય અને મોરબી પોલીસે ૪૨૮ વાહન ડીટેઇન કર્યા છે.

Loading...