Abtak Media Google News

લેનોવોએ ભારતીય માર્કેટમાં તેનું નવું ટેબ V7 ટેબ્લેટ લોન્ચ કર્યું હતું. જેની પ્રારંભિક કિંમત 12,990 રૂપિયા છે. કંપનીએ તેની સાથે સરકાર અને સંસ્થાઓ માટે સ્પેશિઅલ વેરિઅ્ટ પણ લોન્ચ કર્યું છે

જેમાં આઇરિસ રેકગ્નિશન ટેકનીક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ટેબલેટના 3GB રેમ અને 32GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 12,990 રાખવામાં આવી છે. જ્યારે 4GB રેમ અને 64GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત રૂપિયા 14,990 રાખવામાં આવી છે. બંને વેરિઅન્ટને માઈક્રો એશડી કાર્ડની મદદથી 128GB સુધી એક્સપાન્ડ કરી શકાશે.

કંપની દ્વારા ભારતીય માર્કેટમાં આ ટેબલેટનું વેચાણ 1 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ ઉપર કરવામાં આવશે. ટૂંક સમયમાં જ આ ટેબલેટ એમેઝોન ઈન્ડિયા અને લેનોવોની ઓફિસિઅલ વેબસાઈટ ઉપર ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓફલાઈન સ્ટોર ક્રોમા અને રિલાયન્સ ડિજિટલમાં પણ ઉપલબ્ધ થશે. 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.