Abtak Media Google News

રસદાર લીંબુનો પ્રયોગ આપણે સલાડ અથવા દાળ-શાકમાં ટેસ્ટ વધારવા માટેતો કરીએ જ છીએ પણ શું તમે જાણો છો કે લીંબુમાં સ્વસ્થતા અને સુંદરતા વધારવાના ગુણો પણ રાહેલા છે. લીંબુના આ છે દસ ફાયદાઓ

૧. લીંબુના રસથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. અને મેદસ્વીત ઘટાડવામાં પણ લીંબુ સહાયક છે. એ સિવાય લીંબુમાં વજન વધારવાનો પણ ગુણ છે. પ્રતિદિન લીંબુમાં એક ચમચી સાકર ભેળવીને સેવન કરવાથી વજન વધે છે.

૨. લીંબુ વાળ માટે પણ લાભદાયી છે, તેને વાળમાં લગાવવાથી ખોડો દૂર થાય છે.

૩. લીંબુમાં વિટામીન-સી રહેલું છે જે હાડકાને મજબુત બનાવવામાં ખૂબ લાભદાયી છે.

૪. સૌદર્યમાં નિખાર લાવવા માટે ચહેરા પર કાચાદૂધમાં લીંબુનો રસ ભેળવીને લગાવવાથી ચહેરાના ડાઘ દૂર થાય છે.

૫. મોટે ભાગે દરેક લોકોની કોણીમાં કાળાશજોવા મળે છે. આ કાળાશને દૂર કરવા લીંબુના છીલકા ઘસવાથી સુંદર પરિણામ મળે છે.

૬. લીંબુના રસ સાથે ફેસપેક ભેળવીને લગાવવાથી ચહેરા પરનાં કાળા ડાઘ દૂર થાય છે.

૭. હૂફાળા પાણીમા લીંબુનો રસ ભેળવીને પેડીકયોર કરવાથી પણ સુંદર બને છે.

૮. પેટ સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટે મધ સાથે લીંબુનો રસ ભેળવીને નિયમિત સવારનાં સમયમાં સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

૯. જો કોઈને વધારે સમય સુધી હેડકી આવતી હોય તો લીંબુના રસમાં સ્નાની ચમચી મીઠુ અથવા (સિંધાલુ) અને મધની એક નાની ચમચી ભેળવીને પીવાથી ફાયદો થાય છે.

૧૦. જે લોકોની તૈલીય ત્વચા હોય તેઓ લીંબુના રસમાં બરાબર માત્રામાં પાણી ભેળવીને ચહેરો સાફ કરે તો, સમસ્યા દૂર થાય છે. અને ચહેરો કાંતિમય બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.