Abtak Media Google News

તમે હમેશા તમારી આજુબાજુ મોટાભાગના લોકોને નજર ઉતારવા માટે કે પછી ખરાબ નજરથી બચાવવા માટે લીંબુ મરચાનો ઉપયોગ કરતાં જોયા છે.

8125212455 7A7Ba9F0Eb Zદર રવિવાર અને મંગળવારે ઘર ઓફિસના દરવાજે કે વાહનોમાં લીંબુ મરચાં લટકાવતાં અને બદલાવતા જોયા હશે તેમજ જ્યાં ચાર ચોક ભેગા થતાં હોય ત્યાં પણ લીંબુ જોવા મળતા હોય છે પરંતુ ક્યારેય એ જાણવાની કિશીશ કરી છે કે આ બાબતમાં લીંબુ અને મરચાનો જ ઉપયોગ શુકામ થાય છે. તો આવો જાણીએ એ ખાસ કારણો વિષે……

Lemon 1512016 Bb
લીંબુ મરચાનો ઉપયોગ કોઈ પણ નકારાત્મક પ્રભાવને રોકી તમારા માટે સકારાત્મક પ્રભાવ ઉત્પન્ન કરે છે. જેના કારણે તમને કોઈ ક્યારેય ખરાબ નજરનો સામનો ન કરવો પડે.

વડીલોનું હમેશા એવું કહેવું રહ્યું છે કે રસ્તા પર કે કોઈ ચોકમાં લીંબુ અને મરચાં પડેલા જુઓ તો ક્યારેય તેના પર પગ નહીં મૂકવો અને તેને ઠેકીને આગળ નીકળી જવું જોઈએ.

Superstition2 ખરાબ નજરથી ત્રસ્ત વ્યક્તિ પોતાની સંપતિની સુરક્ષા માટે ઘર અને દુકાનના મુખ્ય દ્વાર પર લીંબુ મરચાં બાંધે છે. એવું કરવાથી જે કઈ પણ નકારાત્મક પ્રભાવ તમારી સંપતિ તરફ આગળ વધે છે તેને ગ્રહણ કરી તેને નષ્ટ કરે છે.

ઘર અને ઓફિસમાં બાંધેલા લીંબુ મરચાને દૂર કરી ચાર રસ્તા પર ફેકવામાં આવે છે જેથી લોકો તેના પરથી પસાર થાય અને તેનો ફાયદો ફેકવા વાળાને થાય છે.

Nimbu Mirchi
જે લોકો રસ્તા પર પડેલા લીંબુ મરચાં પરા પગ મૂકે છે તેના જીવનમાં મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે છે કારણકે એવું માનવમાં આવે છે કે લીંબુ મરચાં ફેકવા વાળી વ્યક્તિની બધી મુશ્કેલીઓ અને કષ્ટ બીજી વ્યક્તિ ઉપર ઉતારી જાય છે. અને એટ્લે જ એવું કહેવામા આવે છે કે રસ્તા પર પડેલા લીંબુ મરચાં પર ક્યારેય પગ ન મૂકવો .

આ તો વાત થયી લોકો જે મને છે તેની પરંતુ વિજ્ઞાનજાથા વાળા આ દરેક માન્યતોને માત્ર મનનો વહેમ મને છે અને આમ જોઈએ તો એ એક સાયકોલોજિ જ છે કે આપણે જે વિચારીએ એવું આપનું આચરણ થાય છે . જો હમેશા સકારાત્મક વિચારો કરીએ તો નકારાત્મક પરિસ્થિઓનો સામનો કરવો ખારેખર સહેલો થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.