Abtak Media Google News

ભગવાન સ્વામીનારાયણના લીલા ચરિત્રોથી ભરપુર ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણનું આયોજન મેઘાથી રંગભવન ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના ભાગ‚પે ઘનશ્યામ પ્રાગટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. શાસ્ત્રીજી મહારાજની દીક્ષા શતાબ્દી પર્વ નીમીતે ગુરુવર્ય મહંત દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશિર્વાદ સાથે આ કથાના વકતા પદે તેમના જ શિષ્ય શાસ્ત્રી મંગલસ્વ‚પદાસજી સ્વામી તથા શાસ્ત્રી ચૈતન્યસ્વ‚પદાસજી સ્વામી સંગીતની સુરાવલી સાથે સુમધુર ભાષામાં કથાનું શ્રવણ કરાવ્યું હતું.

વધુ

માં ગુરુકુલના શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે કલયુગમાં આધિ વ્યાધિ અને ઉપાધિથી જીવનને ઉગારવા માટે કથા રામબાણ ઔષધ છે. આજે રાજકોટની કર્મભૂમિ બનાવી આજથી ૭૦ વર્ષ પહેલા ભારત દેશ જયારે આઝાદ થયો ત્યારે આઝાદ ભારતનાં નાગરીકો આપ્યા એવા જ સદગુરુ શ્રીજી મહારાજ, ધર્મજીવનદાસજી સ્વામી જેઓ ગુરુકુળ સંસ્કૃતિના પ્રેરણાદાયક હતા એ સંત દીક્ષા લીધી એના ૧૦૦ વર્ષ નીમીતે આ ભાવાજંલી ઉત્સવ ઠેર ઠેર ઉજવાય છે. આ મેંધાણી રંગભવન ખાતે આ ૭૮મી કથા છે. હજારો ભાવિકો આ કથાનો લાભ લઇ રહ્યાં છે. અને પોતાના જીવનને નંદનવન બનાવી રહ્યાં છે. કથાની અંદર હરી પ્રાગટયોત્સવ, રંગોત્સવ તેમજ રાસોત્સવ વગેરે ઉત્સવ ઉજવીને આપણી ભારતીય પરંપરાને ઉપદેશ વચનોને જીવંત રાખવાનો આ એક સુમધુર પ્રયાસ છે. ભાવિકો આ કથા ભાગીરથીમાં જોડાય તો રાજકોટની જનતાને જાહેર આમંત્રણ છે.પૂજય સ્વામીના સ્થાને રહેલા ગુરુદેવ દેવકૃષ્ણ સ્વામીના બન્ને નવોદિત યુવાન, વિદ્વાન શિષ્ય શાસ્ત્રી મંગલસ્વ‚પદાસજી સ્વામી અને શાસ્ત્રસ ચૈતન્યસ્વ‚પદાસજી સ્વામી એમના મુખેથી તા. ૧ થી ૧૩ દરમીયાન સુમધુર ભાષામાં કથા શ્રવણ કરાવાના છે. જેમાં આજે નીલકંઠ વન પ્રવેશોત્સવ, આવતી કાલે ૪ વાગ્યે સાંખ્યોગી બહેનો દ્વારા મહીલા ઉત્કર્ષ સત્સંગ સભા તેમજ તા.પ ના રાત્રીના હરી પટાભિષેક તા.૧રના હાટડી ઉત્સવ અને છેલ્લા દીવસે તા.૧૩ના રોજ અન્નકુટોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.