રેખા-શ્રીદેવી જેવી વિવિધ અભિનેત્રીનાં ડ્રેસ ડિઝાઈનર ‘લીના દરૂ’નું નિધન

૪૦૦થી વધુ ફિલ્મોમાં અભિનેત્રીઓનાં કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કર્યું લમ્હે-ઉમરાવજાન જેવી હિટ ફિલ્મો માટે તેમને નેશનલ એવોર્ડ મળ્યો હતો

વિતેલા વર્ષોની ખ્યાતનામ વિવિધ અભિનેત્રીઓનાં ડ્રેસ ડિઝાઈનર અને બોલીવુડ અને નાટયજગતના કલાનિર્દેશક પરેશ દરૂ (છેલપરેશ)ના ધર્મપત્ની લીનાબેન દરૂનું ૮૧ વર્ષે મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું છે.

લીના દરૂએ આશાપારેખની ફિલ્મ ‘આયે દિન બહાર કે’થી કાર્ય શરૂ કીને ૪૦૦થી વધુ હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓનાં કોસ્ચ્યુમ ડિઝાઈન તૈયાર કરી વિતેલા વર્ષોની હેમા માલિની, નીતુશીંગ, જીન્નત અમાન, પરવીન બાબી, કરિશ્માકપૂર જેવી ખ્યાતનામ અભિનેત્રી સાથે કામ કરીને ઘણા એવોર્ડ મેળવ્યા હતા.

તેમને ‘લમ્હે’ તથા ‘મરાવજાન’ ફિલ્મો માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમની શ્રેષ્ઠ ફિલ્મોમાં ઉત્સવ ચાંદની, તેજાબ, લમ્હે, ઉમરાવજાન સાથે આશા પારેખની લગભગ બધી જ ફિલ્મોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનીંગનું શ્રેષ્ઠ કાર્ય કર્યું હતુ.

લીના દરૂએ ઘણા બધા નાટકોમાં પણ ડ્રેસીંગ બાબતે ઉમદાકાર્ય કર્યું હતુ. તેઓ ખુબજ સારા ચિત્રકારની સાથે સારૂ નૃત્ય પણ જાણતા હતા તેમણે નૃત્યાંગનાઓની સાથે અમુક ડાન્સરોમાં કથ્થક જેવી નૃત્યકલાના ડ્રેસીંગ સાથે તેનાં આભુષણ બાબતે પણ કાર્ય કરેલ હતુ. તેમના દુ:ખદ અવસાનથી માત્ર રંગભૂમીને નહી પણ સિને જગતને મોટી ખોટ પડી છે. યુગના બદલાવ સાથે સિરીયલ યુગમાં ઘણી બધી ટીવી સિરીયલમાં પણ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે ઉમદા કાર્ય કરીને લોકોનાં દિલજીત્યા હતા. લીનાબેન દરૂને કલાકારો આદર ભાવ આપતા મોટાભાગનાં કલાકારો તેમને ‘ર્માં’ કહીને જ બોલાવતા હતા. તેમની કલા પ્રત્યે ઉંડી સુઝ, રૂચી, સમજ અને કામ પ્રત્યે નિષ્ઠા હોવાને કારણે તેમના તમામ કાર્યોની સરાહના થતી હતી. જાણીતા નિર્માતા નિર્દેશક અને કલાકાર કમલેશ મોતાએ શ્રધ્ધાંજલિ અર્પતા જણાવેલ કે લીનાબેન એટલે અમારા સૌના લાડલા અને અમે એના લાડલા રિહર્ષલ જોવા આવે કે નાટક એને મળવું એ અમારા માટેલ્હાવો હતો. જાણીતી અભિનેત્રી અમી ત્રિવેદીએ જણાવેલ છે કે મારા મોટા ભાગના નાટકોમાં કોસ્ચ્યુમ ડિઝાઈનીંગ કામ તેમને કરેલું એના કામ પ્રત્યેની નિષ્ઠા અને ચિવટને કારણેજ મારા નાટકો સુપર ડુપર થયા છે. જાણીતા લેખક-કલાકાર સંજય છેલે શ્રધ્ધાંજલી અર્પતા જણાવેલ કે ઘણી બધી હિરોઈનની સફળતા પાછળ તેમની આગવી સુઝ હતી. તેમના કાર્યોની શ્રેષ્ઠતા સમી ફિલ્મ ‘લમ્હે’, ‘ઉમરાવજાન’ ‘ચાંદની’ તથા ‘ઉત્સવ’ નો લોકો આજેય યાદ કરે છે.

મારા વ્યકિતત્વનો એક ભાગ એટલે લિના દરૂ અમે જ જાણીતી ફિલ્મ અભિનેત્રી ‘પ્રતિઘાત’ ફેઈમ સુજાતા મહેતાએ શ્રધ્ધાંજલી અર્પતા જણાવેલ કે છેલ્લે મારી ફિલ્મ ‘ચિત્તકાર’માં પણ મારી સાથે કામ કર્યું આજે મારી જે કાંઈ પ્રગતી છે તે લીનાબેનને આભારી આજે પણ મારા કપડામાં પડેલા ૯૦% ડ્રેસ તેમણે ડિઝાઈન કર્યા છે. છેલ્લા ૨૦ વર્ષથી એ મારી સાથે કોસ્ચ્યુમ ડીઝાઈનીંગથી જોડાયેલા હતા. હવે મને તેમની ખોટ સદૈવ રહેશે.

હિન્દી ફિલ્મ ટીવી, સીરીયલ સાથે નાટય જગતના ખ્યાતનામ કલાકારો રાજેન્દ્ર બુટાલા, ‘કૌસ્તુભ ત્રિવેદી, મિનળ પટેલ, સંજય ગોરડીયા, સૌમિલ દરૂ જેવા નાના મોટા તમામ કલાકારોએ લીનાબેન દરૂને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

Loading...