પ્રોજેકટ લાઇફ દ્વારા સ્કીન એન્ડ હેર કેર વિશે ડો.પ્રિયંકા સુતરીયાનું પ્રવચન

લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઇફ દ્વારા રવિવારે સ્કીન એન્ડ હેર કેર વિષય પર ડો. પ્રિયંકા સુતરીયાના ફેસબુક પર લાઇવ પ્રવચનનું આયોજન કરાયું છે.

લાઇફ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, પ્રોજેકટ લાઇફ રેસકોર્ષ રીંગ રોડ, રાજકોટ  ૂૂૂ.૯૯૯હશરય.જ્ઞલિ દ્વારા આરોગ્યલક્ષી પ્રવચન શ્રેણીનું ‘શું કરીએ તો સદાય સાજા રહીએ’ અંતર્ગત આગામી તા. ૧૮ ને રવિવારે સવારે ૧૦ થી ૧૧ વાગ્યે સુધી ડો. પ્રિયંકા સુતરીયા દ્વારા સ્કીન એન્ડ હેર કેર વિષય ઉપર ફેસબુક લાઇવ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. ડો. પ્રિયંકા સુતરીયા સૌરાષ્ટ્રના પ્રખ્યાત ડમેરોલોજીસ્ટ અને સર્જન છે. ચામડી અને સબંધીત રોગો વધી રહ્યા છે. જે ચિંતાની બાબત છે. સ્કીન અને હેર કેર કેમ કરી શકાય? તે બાબતમાં ઉંડાણપૂર્વક માહીતી મેળવવા માટે આ પ્રવચન ઉપયોગી બની શકે છે. ફેસબુક લાઇવ પ્રવચનનો લાભ લેવા જણાવાયું છે.

વધુ માહીતી માટે પ્રોજેકટ લાઇફ લાઇફ બિલ્ડીંૅગ રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ અથવા મોબાઇલ નં. ૮૫૧૧૩ ૩૧૧૩૩ નો સંપર્ક કરવા જણાવાયું છે.

Loading...