Abtak Media Google News

ભારતમાં દરરોજ કરોડો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આજે અમે તેમણે ટ્રેનથી સંબંધિત એક જાણકારી બતાવવા જઈએ છીએ જેને તમે આ પહેલા નહીં જાણતા હોય. શું તમે જાણો છો કે ટ્રેનના છેલ્લા ડબ્બામાં X  નું નિશાન શા માટે બતાવેલું હોય છે. બધા જ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે પરંતુ ટ્રેનના છેલ્લા ડબ્બામાં આવેલ X નિશાનનું કારણ કોઈ નથી જાણતું. તમારા માંથી ઘણા લોકોએ આ જોયું તો હશે પરંતુ તેના તરફ ધ્યાન નહીં આપ્યું હોય.

આજે અમે તમને ટ્રેનના આ છેલ્લા ડબ્બામાં દર્શાવેલ નિશાન વિશે જણાવીશું. આપણે બધા જ જાણીએ છીએ કે ટ્રેનના ડબ્બા એકબીજા સાથે જોડાયેલા હોય છે. આવા સમયમાં કોઈ જોડાણમા ખામી રહી ગઈ તો તેના લીધે ચાલુ ટ્રેનમાં આ ડબ્બાઓ છૂટી શકે છે. ટ્રેનનો સફર ઘણો લાંબો હોય છે અને આટલી મોટી ટ્રેનમાં ડ્રાઇવરને ખ્યાલ પણ નથી આવતો કે આ ડબ્બા પાછળ છૂટી ગયા છે. આવી સ્થિતિમાં બીજી કોઈ ગાડીને એ ટ્રેક પર જવા દેવાની પરમીશન આપવામાં નથી આવતી.

આ કારણને લીધે ટ્રેનના છેલ્લા ડબ્બામાં Xનું નિશાન બનાવવામાં આવે છે જેથી સ્ટેશન પરના કર્મચારીને ખબર પડે છે ટ્રેનનો કોઈ ડબ્બો છૂટી નથી ગયો અને ટ્રેન પુરી જ આવી ગઈ છે. બધી જ ટ્રેનમાં આ નિશાન આપવામાં આવેલ હોય છે જેથી કરીને ખબર પડે કે કોઈ ટ્રેન અકસ્માતનો શિકાર બની છે કે સુરક્ષિત સ્ટેશન પર આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે દરેક સ્ટેશન પર કર્મચારી આ બાબતનું ચેકિંગ કરે છે.

આ સિવાય ટ્રેનના છેલ્લા ડબ્બામાં Xના નિશાન ઉપરાત એક લાલ રંગનો લૅમ્પ પણ આપવામાં આવેલો હોય છે જે થોડી થોડી વારે ચમકતો રહે છે. રાતના સમયે ડબ્બા પર લખેલ Xનું નિશાન દેખાતું નથી એટલે ટ્રેનના છેલ્લા ડબ્બામાં Xની નીચેની બાજુએ આ લાલ રંગની લાઇટ આપવામાં આવેલી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.