Abtak Media Google News

ફિલ્મ જગતના જાણીતા એક્ટર વરુણ ધવન હાલમાં પોતાની આગામી ફિલ્મ જુડવા-2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જયપુરમાં થોડા દિવસો અગાઉ વરુણ ધવને “ઊચી હે બિલ્ડીંગ” ગીત લોન્ચ કર્યું હતું. આ ગીત 1997માં આવેલી સલમાન ખાનની જુડવાની રિમેક છે. જેમાં સિંગર અનુ માલિકનો અવાજ છે.

જયપુરમાં આ ગીત લીઝ કર્યા પહેલા વરુણ ધવને ઇન્સટગરમ એકાઉન્ટ પર એક તસવીર અપલોડ કરી હતી જેમાં તેમણે પોતાની લક્કી ગર્લની જાણકારી આપી હતી. જેમાં તમને જાણીને નવાઈ લાગશે કે, વરુણ ધવને શ્રધ્ધા કપૂરને પોતાની લકી એકટ્રેસ ગણાવી હતી. પ્રમોશન દરમિયાન વરુણ ધવન અને તાપસીની મુલાકાત શ્રધ્ધા કપૂર સાથે થઈ હતી. આ ત્રણેયે સાથે એક સેલ્ફિ ક્લિક કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર પોસ્ટ કરતાંની સાથે વારુને લખ્યું હતું કે મારી ફિલ્મ જુડવાવ-2 ના સોંગ લોન્ચ અગાઉ મારી એક ફ્રેન્ડ પાસે ગયો જે મારા માટે ખૂબ લકી છે. હાલમાં તેની સાથે સમય પસાર કરી શકતો નથી પરંતુ એ જોઈને સારું લાગુ કે તે તેના કામ માટે કેટલી મહેનત કરી રહી છે અને તે કેટલી સાફ દિલની વ્યક્તિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.