જાણો, જુની નોટોનું શું થાય છે??

150
national
national

રૂ.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટોમાંથી સજાવટી વસ્તુઓ બનાવવા અને કાગળના રીસાઈકલીંગને વેગ આપવા એનઆઈડીએ યોજી પ્રતિયોગીતા

ગત વર્ષ નવેમ્બરમાં ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો પર રાતોરાત પ્રતિબંધ લાદતા દેશભરમાં ફફડાટ મચી ગયો હતો. હવે ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો ચલણમાંથી સંપૂર્ણપણે નાબુદ થઈ ચૂકી છે. કરોડો ‚પિયાનો જુની નોટોનો જથ્થો પાછો ખેંચાયો છે. ઘણાખરા લોકોને વિવિધ પ્રશ્ર્નો ઉભા થતા હશે કે આખરે જુની નોટોનું આરબીઆઈ (ભારતીય રીઝર્વ બેંક) શું કરશે ? શું આ જુની નોટોનો વપરાશ કયાંય પણ નહિ થાય ? જુની નોટો આમ જ વેડફાઈ જશે ? વગેરે જેવા ઘણા પ્રશ્ર્નો થતા હશે. તો ચાલો જાણીએ આખરે રદ્દી નોટોનું શું થાય છે ?

‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટો ચલણમાંથી નાબુદ થયા બાદ ‚ા.૫૦૦ અને ૨૦૦૦ની નવી નોટો બજારમાં આવી છે. જુની નોટોનો ઉપયોગ કરી નવીનતમ ચીજ-વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે અમદાવાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન (એનઆઈડી) દ્વારા એક નેશનલ લેવલની પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ‚ા.૫૦૦ અને ૧૦૦૦ની જુની નોટોનો ઉપયોગ કરી કલાને ઉજાગર કરવાની હતી. તેમજ અન્ય સજાવટી વસ્તુઓ બનાવવાની હતી. આ પ્રતિયોગીતા માટે, નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડીઝાઈન (એનઆઈડી)ને ભારત રિઝર્વ બેંકે ૨૦૦ કિલોનો જુની નોટોનો જથ્થો આપ્યો હતો. આ જુની નોટોમાંથી બનતા ઉત્પાદનોને તૈયાર કરવામાં વિદ્યાર્થીઓએ કોઈ કસર છોડી ન હતી. જુની નોટોમાંથી નવીનતમ અન્ય વસ્તુઓ ઉત્પાદિત કરવી અને કાગળના રીસાઈકલીંગને વેગ આપવો એ ઈકો-ફ્રેન્ડલીને પ્રોત્સાહિત કરે છે. આ વિચાર ખુબ જ ઉમદા છે. એક વિદ્યાર્થી આશિષ આનંદે જણાવ્યું કે, કાર્બન ફુટપ્રીન્ટનો ઉપયોગ ઘટાડવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો આ એક સારો અને ઈનોવેટીવ રસ્તો છે. આ સાથે જ જુની નોટોમાંથી આપણે મુર્તિઓ,ટેબલ લેંપ, ટેબલ ટોપ અને અન્ય સજાવટી વસ્તુઓ બનાવી શકીએ છીએ. આ પ્રોજેકટની આગેવાન કરનારા ફેકલ્ટી મેમ્બર પ્રવિણસિંહ સોલંકીએ કહ્યું કે, સામાન્ય રીતે લોકો મુદાઓને સાચવવા અને સંગ્રહ કરવા માટે કાળજી લેતા હોય છે. જુની નોટોમાંથી સજાવટી વસ્તુઓ બનાવવાનો વિચાર, યુવાઓના માઈન્ડને એક સાથે લાવવાની સાથે સાથે જે આ વસ્તુઓનો ઉપયોગ કરશે તેમના ઉપર પણ એક શાંત પ્રભાવ પાડશે.

 

Loading...