Abtak Media Google News

રાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ ઓર્વિલ રાઈટના જન્મદિવસે ઉજવવામાં આવે છે. તે અમેરિકન શોધક અને પ્રથમ ઉડ્ડયનના શોધક અને પ્રણેતા છે. તેમને 1903 માં વિશ્વ પ્રથમ વવિમાની ઉડ્ડયન ની શોધ કરી હતી.રાષ્ટ્રીય ઉડ્ડયન દિવસ ઉપરાંત, 1959 માં રાષ્ટ્રપતિ આઇઝનહાવરે યાંત્રિક રીતે રાઈટ બ્રધર્સની પ્રથમ ઉડાનની ઉજવણી માટે રાઇટ બ્રધર્સ ડે તરીકે 17 ડિસેમ્બરની ઘોષણા કરી

1904Wrightflyer

તેમણે 17 ડિસેમ્બર, 1903ના રોજ વિશ્વની પ્રથમ માનવીય ઉડાન ભરી જેમાં તેમણે હવાથી વધુ વજનદાર વિમાનનું નિયંત્રિત રીતે નિર્ધારિત સમય સુધી સંચાલન કર્યું હતું.બે વર્ષ બાદ, આ ભાઈઓએ પ્રથમ જડિત-પાંખો યુક્ત વિમાનના રૂપમાં તેમનું ફ્લાઈંગ મશીન બનાવ્યું હતું. રાઈટ બંધુઓ પ્રાયોગિક વિમાન બનાવનાર અને ઉડાડનાર પ્રથમ વ્યક્તિઓ ન હોવા છતા, જડિત-પાંખો યુક્ત વિમાનને નિયંત્રણમાં રાખવાની પદ્ધતિઓ સૌપ્રથમ વખત તેમણે શોધી હતી જેના કારણે ઉડાન શક્ય બની શકી.

આ ભાઈઓની પ્રથમ સિદ્ધિ ત્રિ-અક્ષીય નિયંત્રણને ગણી શકાય, જેના કારણે પાઈલટ અસરકારક રીતે વિમાનનું સુકાન સંભાળી શકતો થયો અને તેની સમતુલા જાળવી શકે છે. આ પદ્ધતિ એક માપદંડ બની ગઈ અને ત્યારબાદ તમામ જડિત-પાંખોના વિમાનમાં તેનો જ માપદંડ તરીકે ઉપયોગ થવા લાગ્યો. રાઈટ બંધુઓએ એરોનોટિકલ (વિમાન વિદ્યાને લગતી) કામગીરીમાં અન્ય લોકોએ પરીક્ષણો કર્યા તેમનાથી વધુ શક્તિશાળી એન્જિન બનાવાના બદલે, શરૂઆતથી જ “ઉડાનની સમસ્યાઓ”નો ઉકેલ લાવવા માટેના રહસ્યોને ઉકેલવા પર જ ધ્યાન આપ્યું હતું. તેમના કાળજીપૂર્વકના વિન્ડ ટનલ (વાયુ સુરંગ) પરીક્ષણોના કારણે અગાઉ મળેલા એરોનોટિકલ ડેટા કરતા વધુ બહેતર પરિણામો મળ્યા હતા, જેના કારણે તેઓ વધુ અસરકારક પાંખો અને પંખા બનાવી શક્યા હતા.તેમની યુએસ (US) પેટન્ટ 821,393 એરોડાયનેમિક નિયંત્રણના તંત્રના આવિષ્કારનો દાવો કરે છે જે ફ્લાઈંગ મશીનની સપાટીઓને ચાલવે છે.

Amy Johnson Jason India

રાઈટ બંધુઓએ તેમની સફળતા માટે જરૂરી એવી યાંત્રિક કુશળતા વર્ષો સુધી તેમના પ્રિન્ટિંગ પ્રેસની દુકાનમાં, સાઈકલ, મોટર અને અન્ય મશીનો સાથે કરેલી કામગીરીમાંથી મેળવી હતી. સાઈકલની દુકાનમાં તેમણે કામ કર્યું ત્યારે તેમને એવો વિશ્વાસ જાગ્યો કે જો યોગ્ય રીતે અભ્યાસ કરવામાં આવે તો ફ્લાઈંગ મશીન જેવા અસ્થિર મશીનને નિયંત્રિત અને સમતુલિત કરી શકાય છે. 1900ના સમયથી 1903માં તેમણે પ્રથમ સંચાલિત ઉડાન ભરી ત્યાં સુધીમાં, તેમણે સંખ્યાબંધ ગ્લાઈડર પરીક્ષણો કર્યા હતા જેના કારણે તેમનું પાઈલટ તરીકેનું કૌશલ્ય સારી રીતે વિકસી શક્યુ હતું. તેમની સાઈકલની દુકાનના કર્મચારી ચાર્લી ટેલર તેમની ટુકડીમાં એક મહત્વપૂર્ણ વ્યક્તિ બની ગયો હતો, અને તેણે આ ભાઈઓની સાથે રહીને તેમના પ્રથમ વિમાનનું એન્જિન બનાવ્યું હતું.

આમ આ શરૂઆત પછી પ્રથમ ધણી બધી અત્યાર સુધીમાં વિમાની સેવાઓની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી ભારતમાં પ્રથમ એર ઇન્ડિયા નામની એરલાઇન્સ 29 જુલાઈ 1946 માં સૌ પ્રથમ મુંબઈ અને લંડન વચ્ચે ટાટા કંપની દ્વારા શરુ કરાઈ.

Vintage Photograph Of An Air India Plane

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.