Abtak Media Google News

૧૯૮૦ના દાયકાના સમયગાળા દરમિયાન વિક્રમ કોઠારીએ ચેરમેન તેમજ મેનેજીંગ ડાયરેક્ટર  કાનપુરની રોટોમેક ગ્લોબલ પ્રા.લિ. કંપનીથી બીઝનેસ આગળ વધારવાની રાહ આપી. તેમની સમક્ષ બનવાના તબક્કા પર તબક્કાની નીતીએ તેમનાં સગાભાઇ દિપક કોઠારીએ પોતાની અલગ ઉડાન શરુ કરી. આજના સમયની તાજા ખબર અને દરેક ન્યૂઝ મિડિયાની તડકાભેર છવાતી ખબર બની ચુકેલ વિક્રમ કોઠારી મામલો.

અલગ-અલગ સ્ટેટ બેંકોમાંથી ૮૦૦ કરોડની લોન લીધેલ તેમાંથી સૌ પ્રથમ બેંક ઓફ બરોડાની એફ.આઇ.આર. (ફરિયાદ) મળી જેનાથી એક પછી એક પર્દાફાશ થવામાં ઘડીભરની વાર ન લાગી. વર્ષ ૨૦૧૭ના વાર્ષિક હિસાબ ખાતે વિક્રમ કોઠારી બેંક ઓફ બરોડામાં ડિફોલ્ટર જાહેર કરાયા. આવી જ અન્ય મળતી ખબર મુજબ અલ્લાહબાદ બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, ઇન્ડીયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક જેવી બેંકોની લોન લઇને કરોડો રુપિયાનો ગોટાળો કરી ચુનો લગાવી બિન્દાસ ફરતાં વિક્રમ કોઠારી સામે અલ્લાહબાદ હાઇકોર્ટે નોટીસ જાહેર કરી છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મુંબઇ શાખામાંથી ૪૮૫ કરોડ રુપિયા અને અલ્લાહબાદ બેંકની શાખામાંથી ૩૫૨ કરોડ રુપિયાની મોટી રકમની લોન ઉપરાંત અન્ય બીજી બેંકોની શાખાઓએ પણ મોટી રકમની લોન આપી હતી. જ્યારે મોટી રકમની ઉ૫લબ્ધિ બેંક દ્વારા મળી છતાં તે ઋણને ચુકવવાનું ભૂલી જનાર વ્યક્તિ વિદેશોમાં ફરતો જોવા મળે તો નવી વાત નથી. આજકાલની રીત બની ચુકેલ પધ્ધતિ-જંગી રકમનો ભાર ઉતારવા વિદેશ જઇ હળવાફૂલ બની ફરવું. એવું દર્શાઇ રહ્યું છે.

સીબીઆઇને બેંક ઓફ બરોડાની ફરિયાદ પરથી વિક્રમ કોઠારી સાધના કોઠારી, રાહુલ કોઠારી તેમજ બેંકના અન્ય કર્મચારી સમક્ષ મામલાની તરફેણ માટે ફરિયાદી નોંધ લીધી છે. મની લોન્ડ્રીંગનો કેસ દર્જ કરી આગળ વધુ તપાસની ગતિને ચક્રમાન કરી છે.

કહેવાય છે ને “છુપાયેલું અંતે બતાવવું જ પડે-એમ વિક્રમ કોઠારી મામલો બન્યો જે નિરવ મોદીના પૈસાના ગોટાળા પછીની ઘટના છે. અરબો રુપિયાનો ચુનો લગાવનાર વિક્રમ કોઠારી પર સીબીઆઇની બાજ નજર તિક્ષ્ણ બનતા મુસીબત આવી પડી. સોમવારના રોજ કોઠારીનાં કાનપુર સરનામે ત્રણ જગ્યાએ રેડ પાડી કેસની માહિતી મેળવવા, આખી પહેલીની વિગત સુલઝાવવા પૂછતાછનો ઘેર ચલાવ્યો. બધી જ બેંકોના મળી કુલ ૨૯૧૯ કરોડ રુપિયાનો ચુનો લગાવી સાત બેંકને ઉલજનમાં મુકલ વિક્રમ કોઠારીએ વિશ્ર્વાસ તોડી આ ગોટાળોને અંજામ આપ્યો છે. વિક્રમ કોઠારીનાં પિતા મનસુખભાઇ કોઠારીએ પાનમસાલા બ્રાન્ડ ‘પાન પરાગ’ની સ્થાપનાથી ઘણી સિધ્ધિ હાંસલ કરી, તે ધંધાને ‘દિપક કોઠારી’એ સંભાળી બિઝનેસમાં આગેકૂચ કરી.

કાનપુર સ્થિત વિક્રમની અન્ય મિલકત પર તેમનાં પુત્ર રાહુલ કોઠારીની ધરપકડ કરી ૩૭૦૦ કરોડની લોન માટે ડિલ્ફોટર જાહેર કર્યો. પિતા બાદ હવે પુત્ર આ અરબો રુપિયાનાં મામલામાં સામેલ છે. એવું સાબિત થયું.

દેશનો રહેવાસી સામાન્ય માણસ કઇ રીતે બેંકો સાથે વ્યવહાર સુધડતાથી કેળવે છે. આ દરજ્જે પહોંચી મોટા-મોટા ઓદ્યોગીક ક્ષેત્રોનાં માલિકોને પણ તેના પાસેથી શિખવું પડે એમ છે. દેશની બેંકો આર્થિક પરિસ્થિતિને અનુરુપ બનવા સહાય કરે છે ત્યારે આવી મોટી કંપનીઓનાં માલિકોને કરી રીતે આવા મોટ ધિરાણની રકમ મેળવી લે છે. બેંકોની આજ સ્થિતિ રહી તો સરકારી અર્થતંત્રને નુકશાન તો છે જ સાથે જરુરીયાત માણસોની ખરાઇ કરવી મુશ્કેલ બનશે.

બેંકોની મોટી ધનરાશિ ડુબે છે એ પરથી ઘણાં એવા તથ્યો બહાર આવે છે જેમાંના બેંક કર્મચારીઓની મિલી ભગત દેખાઇ આવે છે. સરકારી કર્મચારીઓ ઘણીખરી વિગતોની ચોક્કસાઇથી લીધા વગર જ લોનની પ્રોસિઝરને આગળ વધારે છે, જેને પરિણામે આવી ઘટનાઓ સામે આવે છે.

દેશનાં મોટાભાગનો રુપિયો ધનપતિ ગણાતા ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ ઉદ્યોગપતિઓ સાચવી લે છે, જો આજ પરિસ્થિતિ રહી તો બેંકોને પંજાબ નેશનલ બેંકની જેમ ખાલી થતા સમય નહીં લાગે.

બેંકની નિતીની કઇ રીતે સુધારાથી આગળ વધારી શકાય, તેમજ કાયદાકીય રીતે ગ્રાહકોને ચકાસણી કેટલી રીતે પાર પડશે એ તો જાણવું જ રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.