Abtak Media Google News

એલોવેરાના ફાયદા વિષે તો સૌ કોઈ જાણેજ છે. એલોવેરા સ્કિન, વાળ અને હેલ્થ માટે ખુબજ ફાયદાકારક છે. આજે ઘણી બધી આયુર્વેદિક અને કોસ્મેટિક કંપનીઓ પોતાનું એલોવેરા જેલ બજારમાં મૂકે છે પરંતુ તેમાંથી ઘણીખરી કંપનીઓ આ એલોવેરા જેલના ખુબ ઊંચા ભાવ વસુલે છે. આપણે ઘરે ઘણી આસાનીથી એલોવેરા જેલ બનાવી સકી છી.

એલોવેરા જેલ બનાવા જોઈશે :

2 એલોવેરાના પાન

2 વિટામિન e ની કેપ્સુલ

વિટામિન c માટે એસેંશીયલ ઓઈલ (આ ઓપશનલ છે.)

એલોવેરા જેલ બનાવવાની રીત :

સૌપ્રથમ એલોવેરાના છોડના બે પણ તોડી બરાબર ધોઈ ચપ્પુની મદદથી બન્ને સાઈડની કંટાળી ધાર કાઢી લો.

સાઈડની ધાર કાઢ્યાં પછી ઉપરની લીલી છાલ દૂર કરી ચમચીની મદદથી અંદરનું જેલ એક બાઉલમાં કાઢી લો.

જો પણ પાતાળ હશે તો જેલ પાતળુ જ નીકળશે અને જો જેલ મોટા ટુકડામાં નીકળે તો તેને મિક્સરમાં ફેરવવી એક બાઉલમાં કાઠી લો.

આ જેલ ને વધુ અસરકારક બનાવવા તેમાં “વિટામીન e” ની કેપ્સુલમાં રહેલું ઓઈલ ઉમેરી બરોબર મિક્સ કરો.

આ જેલ ને લાંબો સમય સાચવવી રાખવા તમે તેમાં વિટામિન c ઉમેરી શકો તે માટે ઓરેન્જ, લેમનનું એસેંશીયલ ઓઈલ ત્રણથી ચાર ટીપા ઉમેરી બરોબર હલાવવું. આ ઓઈલ રીંકલ, હેર ફોલ તથા ડેંડ્રફ જેવી સમસ્યાથી છુટકારો આપાવે છે.

તો તૈયાર છે તમારું હોમ મેડ એલોવેરા જેલ. આ જેલ ફ્રીઝમાં 7-10 દિવસ સુધી સારું રહે છે.

એલોવેરા જેલના ફાયદા :

જેલનો નિયમિત ઉપયોગ કરવાથી સનબર્ન થયેલી સ્કીન ઝડપથી રીપેર થાય છે.

જેલનો ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ દૂર થાય છે.

જેલનો ઉપયોગ કરવાથી વાળ લાંબા અને ડેંડ્રફ ફ્રી થાય છે.

વાળ વધારે ચમકદાર, સિલ્કી અને બાઉન્સી બને છે.

રોજ રાત્રે આઈબ્રો પાર એલોવેરા જેલ લગાડવાથી આઈબ્રો ઘાટી અને કાળી બને છે.

તો તમે પણ એલોવેરા જેલ ઘરે બનાવજો અને તેનો નિયમિત ઉપયોગ કરજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.