Abtak Media Google News

મેક્સિકન રાઈઝ બનાવવા જોઈશે :

  • ૨ કપ બાસમતી ચોખા (ફક્ત ૧ પાણી થી ધોવા અને તરત વાપરવા, ચોખા બિલકુલ પલાળવા નહી)
  • ૩ કપ પાણી
  • ૩ ટેબલસ્પુન તેલ
  • ૧ કેપ્સીકમ (ક્યુબમાં કાપેલ)
  • ૧ ટામેટું ( ક્યુબમાં કાપેલ)
  • ૧/૨ કપ ટામેટાની પ્યુરી
  • ૧ મોટી ડુંગરી (ક્યુબમાં કાપેલ)
  • ૧/૨ મકાઈ ના દાણા બાફેલા
  • ૧ ૧/૨ કપ રાજમા બાફેલા (૭-૮ કલાક પલાળવા)
  • ૨ ટેબલસ્પુન ચિલ્લીફ્લેક્સ
  • ૧ ટેબલસ્પુન ઓરેગાનો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ૧/૨ ટેબલસ્પુન જીરું પાવડર
  • ૧ ટેબલસ્પુન મરી પાવડર
  • કોથમીર ઉપર થી ભાભરવા માટે

મેક્સિકન રાઈઝ બનાવાની રીત :

સૌ પ્રથમ, એક પેનમાં તેલ લઇ બાસમતી ચોખા ઉમેરી, ચોખાને ૩-૪ મિનીટ મીડીયમ તાપ પર શેકો.

ચોખા બદામી રંગ ના થાય એટલે એમાં ક્યુબ કરેલા કેપ્સીકમ, ટામેટું, ડુંગરી, ચિલ્લીફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને મરી પાવડર ઉમેરી મિક્ષ કરી ૨-૩ મિનીટ મીડીયમ તાપ પર શેકો. પછી, એમાં બાફેલા રાજમા અને ટામેટા ની પ્યુરી ઉમેરી મિક્ષ કરો.

બધું સરખું મિક્ષ થઇજાય એટલે, પાણી, જીરું પાવડર અને મકાઈ ના દાણા ઉમેરી ૧ ઉભરો લાવવો. ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે ૧૫-૧૭ મિનીટ રાઈસ થવાદો. ગેસ બંધ કરી કોથમીર ભાભરવી સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.