Abtak Media Google News

સામગ્રી :

કણિક માટે :

૧ કપ મેંદો
૧ ટેબલસ્પૂન ઘી
મેંદો : વણવા માટે

પૂરણ માટે :

૧/૨ કપ ચણાની દાળ
૩/૪ કપ ગોળ
૨ ટેબલસ્પૂન ખમણેલું સૂકું નાળિયેર
૧ ટીસ્પૂન એલચી પાવડર
૧/૪ ટીસ્પૂન જાયફળ પાવડર

બીજી જરૂરી વસ્તુઓ :

મેંદો : વણવા માટે
ઘી : ચોપડવા માટે

વિધિ :
કણિક માટે :

  1. એક બાઉલમાં મેંદો અને ઘી મેળવી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
  2. આ કણિકને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.

પૂરણ માટે :

  1. ચણાની દાળને જરૂરી ગરમ પાણીમાં ૨ થી ૩ કલાક પલાળી રાખો.
  2. તે પછી તેને નીતારી, તેમાં ૧ કપ પાણી મેળવી પ્રેશર કુકરની ૨ સીટી સુધી બાફી લો.
  3. કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
  4. દાળ જ્યારે ઠંડી થાય તે પછી તેમાં ગોળ મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો
  5. આમ તૈયાર થયેલા મિશ્રણને માઇક્રોવેવ પ્રુફ પ્લેટમાં કાઢી તેમાં નાળિયેર, એલચી પાવડર અને જાયફળ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને સરખી રીતે પાથરી માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે દર એક મિનિટે હલાવતા રહી રાંધી લો.
  6. આમ તૈયાર થયેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત :

  1. કણિકના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
  2. પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી રોટીની બધી બાજુઓ ભેગી કરી, હલકી રીતે દબાવી ફરી તેને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
  3. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પૂરણપોળીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
  4. દરેક પૂરણપોળી પર થોડું ઘી ચોપડીને તરત જ પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.