Abtak Media Google News

શર્ટ પહેરવા માટે વજન ઉતારવાની મહેનત કરીને મોડલ જેવું શરીર બનાવવાની જરૂર નથી, પરંતુ એવું શર્ટ પસંદ કરો જે તમારી ચેસ્ટની નજીક રહે. એટેલે કે અહીં શરીરની નહીં પણ શર્ટની ફેટમાં ઘટાડો કરવાની જરૂર છે. હવામાં ઊડતું લૂઝ શર્ટ હશે તો એમાં તમે હશો એના કરતાં વધુ સ્થૂળ લાગશો. શર્ટની પસંદગીમાં ખભાને પણ મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે, પરંતુ શર્ટની બાંય શરૂ થાય એ લાઇન ખભા પર બરાબર બેસવી જરૂરી છે અને જો લૂઝ હશે તો કોઈ ટીનેજરે પપ્પાનું શર્ટ પહેરી લીધું હોય એવું લાગશે.

કોલરના પ્રકાર સ્ટ્રેઇટ પોઇન્ટ

Point Collarમૂળ અમેરિકાની સ્ટાઇલના આ કોલર ખૂબ મોટી સાઇઝના નથી હોતા અને એના ખૂણાનો ભાગ થોડો લાંબો હોય છે જેના લીધે કોલર લાંબા અને સીધા લાગે છે.

સેમીસ્પ્રેડ

Tie Thumbખૂણા બન્ને બાજુએ થોડા ફેલાયેલા હોય એવા કોલર ખૂબ સાંકડા પણ નથી હોતા અને ખૂબ પહોળા પણ નહીં, તેમજ પર્ફેક્ટ ચોરસ લુક પણ નહીં આપે.

સ્પ્રેડ

Insta 3 2બટન બંધ કરીને પહેરવામાં આવતા સૂટ સો શર્ટ પહેરવાનું હોય ત્યારે શર્ટમાં સ્પ્રેડ કોલર આપવામાં આવે છે. ટૂંકા અને બન્ને સાઇડી બ્રોડ એવા કોલર ટાઇ સાથે સારા લાગે છે.

બટન ડાઉન

Whitebluebuttondowncollar E1459180951624મોટા ભાગે ટાઇ સાથે શર્ટ પહેરવાનો હોય ત્યારે કોલરના ખૂણા પર લગાવેલા નાના બટનને પણ બીડી દેવામાં આવે છે જેી કોલર ઊડે નહીં અને લુક મેઇન્ટેઇન રહે. ફોર્મલ લુકમાં આ રીતે જ કોલર પહેરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.