Abtak Media Google News

ઉનાળામાં જેટલું બને એટલું પાણી પીવું.

બહારથી આવીને તરત જ પાણી ન પીવું. થોડી વાર રહીને લીંબુ શરબત પીવું.

બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું. ચાર કલાકથી વધુ જો બહાર રહેવાનું હોય તો રિપીટ કરવું.

આંખની ઠંડક માટે આંખ પર કાકડી મૂકી શકાય.

મુલતાની માટીનો પેક લગાડવાથી ઍક્સેસ ઑઇલ અને ટેનિંગ દૂર થાય છે. હોમમેડ પેક્સ વધારે વાપરવા.

ઉનાળામાં ગરમ પાણીથી નહાવાનું ટાળવું. બને ત્યાં સુધી ઠંડા પાણીથી નહાવું. નહાવાના પાણીમાં તમે રોઝ પેટલ્સ અથવા કોલન વોટર નાખી શકો.

દિવસમાં ત્રણથી ૪ વખત મોઢું ધોવું.

કોસ્મેટિક્સ અને લોશન્સ વોટર-બેઝ્ડ વાપરવાં.

ઍક્સેસરી

ઉનાળામાં બહાર નીકળતી વખતે સનસ્ક્રીન લગાડવાનું ન ભૂલવું. માત્ર ચહેરા પર જ નહીં, શરીરનો જે ભાગ ખુલ્લો રહે એના પર પણ સનસ્ક્રીન લગાડવું.

ઉનાળામાં ઘણી યુવતીઓ ઍક્સેસરી પહેરવાનું ટાળે છે, જેમ કે નેકપીસ પહેરવું ગમે; પરંતુ નેકપીસ એક ઇમિટેશન જ્વેલરી ગણાય અને ઇમિટેશન પહેરવાથી સ્કિન-રીઍક્શન થાય છે અને ઉનાળામાં તો વધારે થાય, કારણ કે પરસેવો થાય.

ઉનાળામાં ગોગલ્સ વગર બહાર નીકળવું નહીં.

બહાર નીકળતી વખતે માથાને અને ચહેરાને દુપટ્ટાથી કવર કરવાનું ન ભૂલવું. દુપટ્ટો અથવા સ્કાર્ફ તમારા ડ્રેસને અનુરૂપ સિલેક્ટ કરવો જેથી એમ લાગે કે દુપટ્ટો કે સ્કાર્ફ  તમારા ડ્રેસનો જ એક ભાગ છે.

ઉનાળામાં જો તમારે કોઈ ફંક્શનમાં જવાનું હોય અને એ ફંક્શન જો આઉટડોર હોય તો  ઍક્સેસરી પહેરવાનું ટાળવું અને જો ઇન હાઉસ હોય તો તમે તમારી મનપસંદ જ્વેલરી પહેરી શકો.

બહાર નીકળતી વખતે તમે અમ્બ્રેલાનો ઉપયોગ કરી શકો. હેટ અથવા અમ્બ્રેલાની પસંદગી આઉટફિટને અનુરૂપ કરવી.

જો તમે રેગ્યુલરલી સ્કૂટી ચલાવતા હો તો તમારે હેન્ડ-ગ્લવ્ઝ જરૂર પહેરવાં. અને હવે તો સન પ્રોટેક્ટર વાઇટ શર્ટ પણ મળે છે. એ તમે તમારા આઉટફિટ પર પહેરી શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.