Abtak Media Google News

ઘણા લોકો એવું ઇચ્છતા હોય છે કે તેઓ કોઈપણ કામ કરે તો તેને હંમેશા સફળતા જ મળે અને આવા લોકોને કોકવાર પોતાના કરેલા કામમાં અસફળતા મળે તો તેઓ નારાજ થઈ જાય છે અને પોતાની જાતને કમજોર સમજે છે આ ઉપરાંત તેઓ આ કામ કરવા માટે ફરીવાર પ્રયત્ન કરતાં નથી. તેઓ કામને અડધુ જ રાખી દે છે.

દુનિયામાં કોઈપણ વ્યક્તિ એવો નથી હોતો જેને સફળતા મેળવવા માટે અસફળતાનો સામનો ના કર્યો હોય. તેમણે ક્યાક ને ક્યાક તો અસફળતા નો સામનો ના કર્યો હોય.

  1. હેનરી ફોર્ડ :
    Ford Film Landing Nodate Resize 400X0 70

ફોર્ડ મોટર કંપની આજે વિશ્વવિખ્યાત છે. આ કંપનીને ફોર્ડ નામ તે કંપનીના સ્થાપક હેનરી ફોર્ડ ઉપર થી આપવામાં આવ્યું છે. હેનરી ફોર્ડ અમેરિકના સૌથી મોટા ઉદ્યોગપતિઓ માઠી એક હતા. પરંતુ હેનરી ફોર્ડ હંમેશા ને માટે સફળ ઉદ્યોગપતિ નથી રહ્યા.

તેની શરૂઆત અસફળતા અને ઘણી બધી મુશ્કેલીઓ થી થઈ હતી. સૌ પ્રથમ તેમણે જ્યારે 2 કંપનીઓ ચાલુ કરી હતી ત્યારે તેઓ અસફળ થયા હતા. પરંતુ તેની આ જ અસફળતાને કારણે જ હેનરી ફોર્ડે ‘ફોર્ડ’નામની એક મોટર કારની સ્થાપના કરી. અને ત્યારે થી લઈને અત્યાર સુધી વિશ્વ જગતમાં તેમનું નામ ગુંજે છે.

2. અબ્રાહમ લિંકન

Abraham Lincoln

અબ્રાહમ લિંકનનો જન્મ તા. ૧૨મી ફેબ્રુઆરી ૧૮૦૯ના રોજ અમેરિકાના કેંટકીમાં થયો હતો. એમણે પોતાના પિતા સાથે ખેતરમાં કામ કર્યુ હતું, તેઓ એક પણ વરસ શાળાએ ગયા નહોતા, પરંતુ જાતે જ ભણવાનું અને લખવાનું શિખ્યા હતા. અમેરિકના 16માં પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને પોતાના જીવનમાં એટલી બધી વાર નિષ્ફળ થયા હતા કે તમે જાણીને પણ ચોંકી ઉઠસો. પરંતુ તેમણે આ નિષ્ફળતાનો સામનો કર્યો હતો.

અબ્રાહમ લિંકને બાળપણથી જ આવી અસફળતાના અને નિરાસનો સામનો કર્યો છે. તેઓ જ્યારે 10 વર્ષ ના હતા ત્યારે તેમની માતાનું આવસાન થયું હતું. અબ્રાહમ લિંકન માત્ર 7 વર્ષના હતા ત્યારે તેમના પિતાએ તેમને હાથમાં કુહાડી આપી દીધી હતી અને અબ્રાહમ લિંકન 22 વર્ષના થાય ત્યાં સુધી લાકડાઓ કાપીને પોતાનું જીવન ચલાવતા હતા.

1832માં તેઓ વિધાનસભાની છૂટની પણ લડ્યા હતા પરંતુ ત્યારે તેઓ હારી ગયા હતા. ત્યારબાદ તેમણે એક નાના ધંધાની શરૂઆત કરી હતી પરંતુ તેઓ એમાં પણ નિષ્ફળ થયા હતા. અને એના ઉપર દેવું થઈ ગયું હતું આ દેવું ને ચૂકવવામાં તેમણે 17 વર્ષ લાગી હતા.

ઘણા વર્ષો બાદ તેમના જીવનમાં એક ખુશી આવી હટી જે તેમની પત્ની હતી. અબ્રાહમ લિંકન તેમની પ્રેમિકા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેમની પત્નીનું પણ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી તે ખુબા જ દૂ:ખી હતા. 1838માં તેઓ ફરી એક વાર વિધાનસભાની ચુટનીમાં ઊભા રહ્યા હતા. પરંતુ ત્યારે પણ તેમણે નિષ્ફળતાનો સમનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 1856માં ઉપરાષ્ટ્રપતિ પણ ના પસંદગી થઈ.

છેલ્લે તેઓ 1860માં અમેરિકાના રાષ્ટ્રપતિ બની ગયા. અબ્રાહમ લિંકન ના જીવનમાં આવેલી આ અસફળતાઓ તો ક્યારેય તમને તાઓ આવી હોય આટલી હાર બ્પચી પણ તેઓ તેનો સિદ્ધાંત હાંસિલ કર્યો હતો.

3. નેલ્સન મંડેલા :

Nelson Mandela 2નેલ્સન મંડેલાનો જન્મ ૧૮ મી જુલાઈ ૧૯૧૮ ના રોજ દક્ષીણ આફ્રિકાના ફ્રાંસકોઈ ગામમાં રોપલ ખોંસા ફેમિલીમાં થયો હતો. નેલ્સન મંડેલાનું પૂરું નામ નેલ્સન રોલિહ્‍લાહ્‍લા મંડેલા છે.એમના પિતા હેનરી જગાડલા મંડલા ટેંબુલેડેમાં ચિફ કાઉન્સીલર હતા.તેઓ જ્યારે ૮ વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. ૨૧ વર્ષની ઉંમર થતાં તેમના પાલક પિતાએ લગ્નની તૈયાર કરી એટલે તેઓ ભાગીને જ્હોનિસબર્ગ શહેરમાં આવ્યા હતા.

“अपने नसीब का मालिक मैं खुद हूँ – अपनी आत्मा का कप्तान मैं खुद हूँ!”

આજ વાક્યએ નેલ્સન મંડેલાને સાઉથ આફ્રિકાના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડયા હતા. પોતાના આદેશ અને અન્યાયના વિરોધ ક્યારેય હાર ન માનનારા નેલ્સન મંડેલાના સ્વભાવને લઈને કરોડો લોકો તેમનાથી પ્રેરિત છે. જો એના જીવન ઉપર એક નજર કરવામાં આવે તો તેમણે પોતાના જીવનમાં ખુબા જ સંઘર્સ જોવા મળશે. તેમના માટે આ રાષ્ટ્રપતિનું પદ મેળવવું એટલું પણ આશાન ન હતું. નેલ્સન મંડેલાએ 27 વર્ષ સુધી પોતાન જીવનમાં સંઘર્ષ કર્યો હતો. અને તેમણે પોતાની આદધિ જિંદગી જેલમાં જ વિતાવી છે.

4. સ્ટીવ જોબ્સ :

Maxresdefault 2શું તમે વિચારી સકો છો કે એક એવો વ્યક્તિ જેમની પાસે રહેવા માટે રૂમ ન હતો અને એ વ્યક્તિ તેમના ફ્રેન્ડ સાથે રૂમ માં રહેતો હતો. અને આ વ્યક્તિ પેટ ભરવા માટે મંદિરમાં ભોજન કરતો હતો. અને આ વ્યક્તિ દુનિયાની સૌથી સફળ મોબાઈલ અને કમ્પ્યુટર કંપનીના સ્થાપક બની શકે છે. જી હા… અમે વાત કરી રહ્યા છે સ્ટીવ જોબ્સની.
૧૯૫૫ મા અબ્દુલફત્તાહ જીંદાલી અને જોઆન સિંપસને, સાન ફ્રાંસિસ્કોમા, એક બાળકને જન્મ આપ્યો. સંજોગો વસાત એમણે એ બાળકને પાઉલ જોબ્સ અને ક્લેરા જોબ્સને દત્તક આપી દીધો. પાલક માબાપે એનું નામ સ્ટીવ પાડ્યું.

સ્ટીવ જોબ્સ વોઝનિક સાથે મળી એપલ કોમપ્યુટર કંપની શરૂ કરી. ૧૯૭૬ મા કુપરટીનોમા એક નાની જગ્યા ભાડે લઈ કામકાજ શરૂ કર્યું. ડેન કોટકે કંપનીમા એંજીનીઅર તરીકે જોડાયો. ત્રણે જણાએ મળી એક કોમપ્યુટરની કીટ બનાવી, જે ટી.વી. સાથે જોડવાથી કોમપ્યુટરનું કામ કરતી. કંપનીને, સ્ટીવની મહેનતથી, ૫૦ કોમપ્યુટર-કીટસ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો. થોડા દિવસ પછી સ્ટીવે એટલાંટિક સીટીમા કોમપ્યુટરોના પ્રદર્શનમા કીટમાથી એક કોમપ્યુટર એસેંબલ કરી એને એપલ-૧ તરીકે રજૂ કર્યું, જે ઘણા લોકોને ગમ્યું. દરમ્યાનમા વોઝનિક એપલ-૨ તૈયાર કરવાના કામકાજમા રાત દિવસ લાગી ગયો.

આજે સ્ટીવ જોબ્સે દુનિયામાં એક વિખ્યાત નામ સર્જયું છે.

6. સ્ટીફન કિંગ :

Https 2F2Fblueprint Api Production.s3.Amazonaws.com2Fuploads2Fcard2Fimage2F7194692Fc6Da646E 37A6 4B76 Bd2C 2E7C961Ed1D016 વર્ષની ઉંમરે સંપૂર્ણ પણે જેને દારૂની લાત લાગી ગઈ હોય. 30 વાર તેમની હાથે લખાયેલી કહાનીને નકરવામાં આવી હોય. અને તેમણે 31મી વાર અસફળ થવા પર તેમણે આ કહાનીને ફેંકી દીધી હતી. તો હારક વિચારો આ વ્યક્તિનું ભવિષ્ય શું હોય શકે…? શું તમને લાગે છે કે આ વ્યક્તિ આગળ જઈને દુનિયાના સૌથી મહાન લેખક બની શકે. જિહા… અમે વાત કરી રાહયા છી એ સ્ટીફન કિંગની. જેને પોતાના જીવનમાં આટલી વાર અસફળતા થયા પછી પણ દુનિયાના મહાન લેખક બન્યા.

આજે આ વ્યક્તિની પુસ્તક દુનિયાભરમાં પ્રખ્યાત છે.

મહાન વ્યક્તિ અને સામાન્ય વ્યક્તિમાં તફાવત માત્ર એના આત્મવિશ્વાસ, જીવની દ્રષ્ટિ, થોડો સંઘર્સ જ છે. મહાનતા પ્રાપ્ત કરવા માટે કોઈ દિવસ ‘પ્રયત્ન’ ન છોડવો જોઈએ.
‘તમે ત્યાર સુધી નથી હરતા જ્યા સુધી તમે પ્રયત્ન નથી છોડતા’

‘સફળતા એને જ કહેવાય છે જ્યારે તમારી Signature બીજા માટે Autograph બની જાય’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.