Abtak Media Google News

નોટબંધી બાદ દેશ કેશલેસ ઈકોનોમી તરફ વધી રહ્યો છે. હવે લોકો Paytm અથવા ફ્રીચાર્જ જેવી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરનાર સાઈટ્સનો ઉપયોગ શરૂ કરી દીધો છે. જો તમે પણ Paytm અથવા તો અન્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને Paytmથી થતા ફાયદા અને નુકશાન વિશે તમને ખબર હોવી જોઈએ.

૨,૦૦૦ રૂપિયાથી વધારેના કાર્ડ ટ્રાન્ઝેક્શન પર સર્વિસ ટેક્સ પર સરકારની છૂટથી ડીજીટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળી રહ્યું છે. ત્યાર બાદ પણ કેટલીક બીજી પણ જાહેરાતો કરવામાં આવી છે. આ સાચો સમય છે કે તમે તેનો ફાયદો ઉઠાવીને સેવિંગ કરી શકો છો.

ડીજીટલ પેમેન્ટની આદત તમને બજેટ બેલેન્સ કરવામાં મદદ કરશે. જો તમે નિયંત્રિત થઈને ખર્ચ કરશો તો તેનાથી રોકાણની ક્ષમતા પણ વધશે. તમે કેટલાક વધારાના પરચૂરણ ખર્ચા કરો છો તો આ આદત છૂટી જશે.

જો દરેક ટ્રાન્ઝેક્શનનો રેકોર્ડ તમારી પાસે હાજર રહેશે તો તમારા ખર્ચ પર નજર રાખવી ઘણી જ સરળ થઇ જશે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા અને સુરક્ષાની દ્રષ્ટીથી પણ આ ફાયદાકારક છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી પોતાનું બજેટ પણ સારી રીતે બનાવી શકશો.

ઓનલાઈન ફ્રોડમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેમ-જેમ ડીજીટલ પ્લેટફોર્મ લોકો વચ્ચે લોકપ્રિય થતું ગયું, તેમ-તેમ ઓનલાઈન ફ્રોડની ઘટનાઓ વધશે. સરકારે ૨,૦૦૦ રૂપિયાથી ઉપર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશનને હટાવી દીધું છે. ટ્રાન્ઝેક્શનની કોઈ મર્યાદાને બરતરફ કરીને આઇડેન્ટિટી ચોરી થવાનું જોખમ વધી ગયું છે.

ડીજીટલ ટ્રાન્ઝેક્શનનાં ફાયદા તો ઘણા છે તો સાથે તેનું જોખમ પણ વધારે છે. સૌથી મોટો ડર આઇડેન્ટિટી ચોરી થવાનો રહે છે. ત્યાં સુધી કે, એજ્યુકેટેડ લોકો પણ હેકર્સની જાળમાં ફસાવાથી ડરે છે.

ઓનલાઈન છેતરપીંડીને લઈને બંધારણમાં કોઈ કડક કાયદો પણ નથી. જો કોઈ બેંક અથવા કંપનીનાં ડેટાબેઝને હેક કરીને સામુહિક રીતે આઇડેન્ટિટી ચોરી લેવામાં આવે તો મોટા નાણાંકીય સંકટનો સમાનો કરવો પડી શકે છે.

એક નુકશાન તે પણ છે કે તમારે તમારો ફોન હંમેશા ચાર્જ રાખવો પડશે. જો તમારા ફોનની બેટરી લો થઇ ગઈ છે, તો તમે પણ કોઈ કામ નહી કરી શકો. જો તમે કોઈ મોલમાં શોપિંગ કરવા ગયા અને બીલ પેમેન્ટ સમયે તમારા મોબાઈલની બેટરી લો થઇ ગઈ તો તમે ટ્રાન્ઝેક્શન નહી કરી શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.