Abtak Media Google News

આજે ‘વર્લ્ડ સ્પાઇન ડે’

Img 20191015 Wa0108

દર વર્ષે વિશ્વભરમાં ૧૬મી ઓકટોબરના રોજ ‘વર્લ્ડ સ્પાઇન ડે’ તરીકે મનાવવામાં આવે છે. આજની ભાગ દોડ ભરી જિંદગી, અસતુલીત ખોરાક, વ્યસ્ત જીવનશૈલી અને ખરાબ રસ્તાઓના કારણે કરોડરજજુ, મણકા તેમજ કમરના દર્દ સામાન્ય થઇ ગયા છે. વર્તમાનમાં કમર કે ગરદનમાં દુખાવો, સ્લીપ ડિસ્ક, સાયેટિકા જેવા દર્દ નાની ઉમરની વ્યકિતઓમાં પણ દેખાવો માંડયા છે. તો આજ ના દિવસે ગોકુલ હોસ્પિટલ, કુવાડવા રોડના નિષ્ણાત ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડો. જિગરસિંહ જાડેજા કરોડરજજુના દર્દો વિશે જરુરી માહીતી આપી હતી.

જેમાં ગરદનનો દુ:ખાવો, દુખાવો હાથમાં જવો, ચકક આવવા, કમરનો દુખાવો, થાપામાં જવો, હાથ કે પગમાં ખાલી ચડી જવી, વસ્તુ પકડવામાં તકલીફ પડવી કે ચાલવામાં તકલીફ પડવી.

તેના કારણો ઉમરના કારણે મણકામાં ઘસારો થવો, મણકા વચ્ચેની ગાદી ખસી જવી, મણકામાંથી નીકળતી નસ પર દબાણ થવું, મણકાના સાંધામાં વા થવો, મણકાનો ટી.બી. થવો, મણકા કે કરોડ રજજુમાં ગાંઠ થવી જેનો ઇલાજ મેડીસીન્સ ફીઝીયોથેરાણી જે દર્દીઓને દવાથી રાહત ન થાય તેના મણકામાં કે નસમાં ઇંજેકશન આપી ને ઓપરેશન વગર પણ રાહત કરી શકાય છે.

આ ઉપરાંત અમુક કિસ્સાઓમાં વધુ પડતી નસ દબાતી હોય કે દવાઓથી આરામ ન થતો હોય તો ઓપરેશનની જરુર પડતી હોય છે.

એવી માન્યતા છે કે મણકાનું ઓપરેશન કરવાથી પગ ખોટી પડી જાય છે. આ માન્યતાઓ તદ્દન ખોટી છે. હવે ના ઓપરેશનો દૂરબીન ની મદદથી એકદમ નાના ચેકાની મદદથી થાય છે. એટલે પગ ખોટા પડવા કે દર્દી પથારીવશ થઇ જાય તેવા ઓપરેશન પછી એ શકતાઓ નહિવત રહે છે. જેને ખઈંજજ  મીનીમલ ઇન્વેસિવ સ્પાઇન સર્જરી કહે છે.  જો કમર અને ગરદન ના દર્દમાં શરુઆતના તબકકામા કાળજી રાખવામાં આવે તો ઓપરેશન વગર પણ સારું થાઇ શકે છે.આ માટેના પ્રિમેન્સન માં પૌષ્ટિક આહર  દુધ, કેળા, પનીર કે જેમાંથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળેી નિયમિત વ્યાયામ અને યોગ, લાંબો સમય એક પોઝીશનમાં ન બેસવું, ટટ્ટાર બેસવું, ગરદન કે કમરમાં ઝટકા ન લાગે તેનું ઘ્યાન રાખવું, સૂતી વખતે પાતળું ઓશીકું રાખવું, વેસ્ટન ટોઇલેટનો ઉપયોગ જેવી બાબતોને ઘ્યાનમાં રાખવામાં આવુે તો કરોડ રજજુને લગતી સમસ્યાઓમાં રાહત મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.