ખેડબ્રહ્માના લુંટ વીથ મર્ડરના ગુનામાં ગેંગના સુત્રધારને પકડી પાડતી એલસીબી

ફાયરીંગ કરી ચાકુના ઘા મારીને આંગડીયા પેઢીના કર્મચારીની હત્યા નીપજાવી તેને લૂંટી લેવાયો ‘તો:આરોપી પાસેથી રૂ.૭.૮૪ લાખનો મુદ્દામાલ કબ્જે

પંદરેક દિવસ પહેલા ખેડબ્રહ્મા બજારમાં મુખી માર્કેટમાં આવેલ એન.માધવલાલ આંગડીયા પેઢીમાં કામ કરતા કર્મચારી કિરણભાઇ ઉર્ફે પ્રકાશભાઇ હરગોવિંદભાઇ નાયક રહે.મકતુપુર તા.ઉઝા જી.મહેસાણા નાઓ પેઢીના કામે રોકડ રકમ લઇ ખેડબ્રહ્મા પેટ્રોલપંપ બસ સ્ટેશન તરફ જવાના રસ્તે બપોરના સમયે જઇ રહ્યા હતા ત્યારે એક સ્વિફટ ડિઝાયર ગાડીમાં આવેલ અજાણ્યા ઇસમોએ તેમના ઉપર પીસ્તોલ/રીવોલ્વર જેવા હથીયારથી ફાયરીંગ કરી જીવલેણ હુમલો કરી ચાકુના ઘા મારી મુત્યુ નિપજાવી તેમની પાસે રહેલ નાણાની બેગની લુંટ કરી જતા રહેલ.

ઉપરોકત બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ટેકનીકલ સર્વેલન્સ, સી.સી.ટી.વી.ફુટેજ, હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ગુજરાતના વિવિધ પો.સ્ટે.માંથી એમ.ઓ.બી. નો રેફરન્સ મેળવી ખુબ ઉંડાણ પુર્વકની તપાસ કરેલ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા મોડસ ઓપરેન્ડી આધારે વધુ તપાસ કરતા અજ. ના. પો. અધિ. વી.એમ.રબારી નાઓને ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ ગેંગનો એક સુત્રધાર આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નં.જીજે-૩૮-ઇ-૬૧૯૫ની લઇ તા.૦૬/૦૨/૨૦૨૦ના રોજ રાત્રીના સમયે પ્રાંતિજ વાળા રસ્તે પસાર થનાર છે જે ચોકકસ માહીતી આધારે મહમદ અનિસ હબીબભાઇ સોલંકી (સીપાઇ) રહે.ઘોડાપીરની દરગાહ પાસે કાસમપુર વિસ્તાર વિરમગામ તા.વિરમગામ જિ.અમદાવાદ નો હોવાનુ જણાવેલ અને ગઇ તા.૨૧/૦૧/૨૦૨૦ ના રોજ પોતાને હનિફભાઇ ઉર્ફે સબીરભાઇ ઇમામભાઇ બેલીમ રહે.સમી તથા જયેશ નામના માણસે હિમતનગર જવા માટે ગાડી સાથે બોલાવતાં પોતે તેઓની સાથે પોતાની સદર ઇકો ગાડી લઇ હિમતનગર થઇ ખેડબ્રહ્મા ગયેલા ની હકિકત જણાવી તે દીવસે રસ્તામાં તેઓ બંને મોડાસા નજીક ના મેઢાસણ ગામે રહેતા મહેશ સંદીપ શર્મા ને મેઢાસણથી મહાવીરસિંહ જોધા બાપુની સ્વીફટ ગાડી લઇ બોલાવેલ હોવાની વાતો કરતા હોવાનુ અને હિમતનગર પહોચતાં એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડી ત્યાં આવેલ હોવાની અને તેઓ ખેડબ્રહ્મા ગયેલ અને તેને પછીથી બોલાવતાં તે પણ ખેડબ્રહ્મા ગયેલ અને તેઓને મળેલ, તે વખતે ખેડબ્રહ્મા ખાતે ફાયરીંગ કરી આંગડીયા વાળાની લુંટનો બનાવ બનેલ પછી આ લોકો સ્વીફટ ડીઝાયર ગાડી લઇ ત્યાંથી નિકળી ગયેલ હોવાનુ અને પોતે પણ ત્યાંથી થી જતો રહેલ હોવાની હકિકત જણાવેલ હોય ગુન્હાની કબુલાત કરતો હોઇ તેની અંગ જડતી કરતાં તેની પાસેથી રોકડ રકમ રૂ.૩૦,૦૦૦/ તથા એક મોબાઇલ ફોન કિ રૂ. ૪,૦૦૦/ નો મળી આવેલ હોય તે તથા આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ઇકો ગાડી નં.જીજે-૩૮-ઇ-૬૧૯૫ તથા તેમાંથી મળી આવેલ ઇકો ગાડી ની કિ.રૂ.૩,૫૦,૦૦૦/ની ગણી અટક કરેલ છે. તેમજ આ ગુન્હાના કામે વપરાયેલ સ્વિફટ ડિઝાયર ગાડી પણ કબ્જે કરવામાં આવેલ છે આમ ઉપરોકત મુજબના લુંટ વિથ મર્ડરના ગુન્હામાં વપરાયેલ  ગાડીઓ રીકવર થયેલ રૂપીયા તેમજ મોબાઇલ મળી કુલ્લે રૂ. ૭,૮૪,૦૦૦/- નો મુદ્દામાલ તેમજ સંડોવાયેલ ગેંગ પૈકી નો એક સુત્રધાર પકડી ગુન્હો શોધવામાં એલ.સી.બી. સાબરકાંઠાએસફળતા મેળવેલ છે.

Loading...