Abtak Media Google News

૧૧ નવદંપતિ પ્રભુતામાં પગલા માંડશે: વિવિધ ચીજ વસ્તુ ભેટમાં અપાશે

અખીલ ભારતીય દક્ષિણ વિભાગ લક્ષ્મીનારાયણદેવ યુવક મંડળ રાજકોટ દ્વારા પ્રથમ વખત ૧૧ દિકરીઓનો સમુહ લગ્નોત્સવ ૨૮ને શનિવારના રોજ યોજાનાર છે. આ સમુહ લગ્નોત્સવમાં દરેક દિકરીઓને સોનાના ચેઈન વીટી બુટી ચૂક, ચાંદીના મંગળસુત્ર, કંદોરા, વિંટી, સાકરા, સીકકા, ગાય ,કંકાવટી, તેમજ
કબાટ, બેડ, ટીપોઈ સહિતની ગૃહ ઉપયોગી વસ્તુઓ આપવામાં આવશે.

રાજકોટ આનંદનગર પાસે કોર્પો,. પ્લોટમાં સાંજે ૪ વાગ્યાથી યોજાનારા આ સમુહ લગ્નોત્સવ પોતાના આંગણે શાહી લગ્નોત્સવ જેવા વાતાવરણમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા રચીત વિવાહ સંસ્કારનાક કિર્તનોની રમઝટ સાથે સોહામણા મંડપ અને ઝળહળતા લાઈટીંગ ડેકોરેશનની વચ્ચે અનેરો આનંદમાં યોજાશે.

આ સમૂહ લગ્નોત્સવ લલજી મહારાજ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળ પરિવાર સાથે ઉપસ્થિત રહેશે.

આ સમુહ લગ્નોત્સવમાં બપોરે ૪ વાગ્યે વરરાજાના ભવ્ય સામૈયા થશે ૬.૩૯ હસ્ત મેળાપ થશે સાંજે ૭ થી ૯ ભવ્ય સન્માન સમારોહઅને સત્સંગ સભા યોજાશે રાત્રે ૯ વાગ્યે વિદાય આપવામાં આવશે.

સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા વિશાલ પટેલ, ભગીરથ ખાચર, મોહિત વઘાસીયા, યોગેશ ઢાકેચા, વિનય રામોલીયા, જીતેન જડીયા, અંકુર ડાભી, જયદીપ ટાંક, પૂર્વેશ ટીંબડીયા, ધર્મેશ ડોબરીયા, નૈમીષ તંતી, દિવ્યેશ પાટડીયા, જયદીપ લીંબાસીયા, હરિન દોંગા, લાલજી વોરા, સાગર ગજેરા, જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.