Abtak Media Google News

રાવણનાં પુત્ર મેઘનાદનો વધ ન કરી શકયા હોત કારણ કે મેઘનાદને એવું વરદાન હતુ કે માત્ર ‘ગુડાકેશ’ જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યકિત

લક્ષ્મણ જયારે રામ સાથે ૧૪ વર્ષ વનવાસમાં જઈ રહ્યા હતા ત્યારે એમની પત્ની ઉર્મિલા પણ એમની સાથે જ જવા માંગતી હતી. પરંતુ લક્ષ્મણે એને ઘરે જ રહેવા કહ્યું. વનમાં લક્ષ્મણો રાત દિવસ રામ અને સીતાનું રક્ષણ કરવાનું હતુ આથી એમણે નીંદર ઉપર વિજય મેળવવા નકકી કર્યું. એમણે નીંદરની દેવી નિંદ્રાની પૂજા કરી અને પોતાને ૧૪ વર્ષ સુધી નિદ્રામુકત કરવા વિનંતી કરી.

નિંદ્રાદેવીએ લક્ષ્મણને જણાવ્યું કે નીંદરનું સંતુલન જાળવવા માટે એના બદલે બીજા કોઈને નીંદર લેવી પડશે. આથી લક્ષ્મણે નિંદ્રા દેવીને એની પત્ની ઉર્મિલાને નીંદર આપવા વિનંતી કરી. નિંદ્રાદેવીએ અયોધ્યાના રાજમહેલમાંજ ઈને ઉર્મિલાને પુછયું કે તે લક્ષ્મણને બદલે નીંદર લેવા તૈયાર છે ? ઉર્મિલ ૧૪ વર્ષ સુધી સુતા રહીને રામ, સીતા, લક્ષ્મણને મદદ કરવા તૈયાર થઈ.

વનવાસના ૧૪ વર્ષ પૂરા થયા અને રામને રાજયાભિષેક થયો તે દિવસ સુધી ઉર્મિલા સુતા રહ્યા. જો ઉર્મિલાએ આવું ન કર્યું હોત તો લક્ષ્મણ,રાવણના પુત્ર મેઘનાદનો વધ ન કરી શકયો હોત કારણ કે મેઘનાદને એવું વરદાન હતુ કે માત્ર ‘ગૂડાકેશ’ જ એનો વધ કરી શકે. ગુડાકેસ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યકિત. રામના રાજયાભિષેક વખતે લક્ષ્મણ મંદ મંદ હસતા રહેતા હતા. આનાથી બધા અકળાતા હતા. રામે આવું કરવાનું કારણ પુછયું ત્યારે લક્ષ્મણે જણાવ્યું કે ૧૪ વર્ષ સુધી એણે નીંદરને પરાસ્ત કરી છે. પણ હવે નિંદ્રાદેવીએની ઉપર કાબુ લઈ રહ્યા છે. આથી તે નિંદ્રાદેવીને વિનંતી કરી રહ્યો છે કે એને થોડીક વધારે ક્ષણો આપે જેથી તે રામનો રાજયાભિષેક જોઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.