Abtak Media Google News

૨૪૦૦૦ વકીલોએ રીન્યુઅલ ફી ભરી નથી: તાકીદે વેલફેર ફી ભરવા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની તાકીદ

બાર કાઉન્સીલનું રવિવારે જનરલ બોર્ડ મળેલુ હતું. આ જનરલ બોર્ડમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં કુલ ૮૮૦૦૦ વકીલો નોંધાયેલા છે અને તે પૈકીના ૨૪૦૦૦ વકીલોએ રીન્યુઅલ ફી ભરેલી નથી અને આ વર્ષે માત્ર ૧૮૯૬૦ વકીલો એ જ વેલફેરની રીન્યુઅલ ફી ભરેલી છે. આ જોતા ગુજરાત વેલફેર સ્કીમ બંધ થવાની હાલત ઉપર આવતા બાર કાઉન્સીલે રીન્યુઅલ ફી નહીં ભરનાર વકીલો સામે લાલ આંખ કરેલી છે.

છેલ્લા બે વર્ષમાં ૨૪૦૦૦ વકિલોએ રીન્યુઅલ ફી ભરેલી નથી. આ રીન્યુઅલ ફી નહીં ભરનાર અને બેદરકારી દાખવનાર વકીલોને મૃત્યુ સહાય અને વેલફેર સ્કીમના હકકો ચુકવવાનું બંધ કરવામાં આવશે. વકીલોને મૃત્યુ સહાયમાં સાડા ત્રણ લાખની રકમ ચુકવવામાં આવે છે. ૨૦૦૬ સુધી બાર કાઉન્સીલમાં એક પણ પૈસા લીધા વગર વેલફેરના મેમ્બર બનાવવામાં આવતા હતા. વેલફેર સ્કીમમાં હાલમાં દર વર્ષે ૧૫૦૦ રીન્યુઅલ ફીની રકમથી ફંડ ચાલે છે. તેમાંથી રકમની ચુકવણી કરવામાં આવે છે. આ રીન્યુઅલ ફી નહીં ભરનાર એડવોકેટોની વેલફર સ્કીમના કોઈ પણ લાભ નહીં આપવાનો ઠરાવ થનાર હોય તુરંત જ તમામ વકીલોએ રીન્યુઅલ ફી ભરી આપવા બાર કાઉન્સીલના ચેરમેન સી.કે.પટેલ, પૂર્વ ચેરમેન દિલીપ પટેલ, દીપેન દવે, અનિલ કૈલા, ભરત ભગત મેમ્બર નલીન પટેલ, જીતેન્દ્ર ગોળવાળા સહિતનાએ જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.