Abtak Media Google News

ઔદ્યોગિક એકમોમાં ૨૫ ટકા સ્થાનિકોને રોજગારી આપવી ફરજિયાત બનશે

યુવા વર્ગને લાભ આપવા ડિજિટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા જેવા કેમ્પેઈન કાર્યરત

રાજયમાં વિકાસના કાર્યોને વેગ આપી બેરોજગારીના પ્રશ્ને ઉગારવા માટે સરકાર અનેક કાર્યક્રમો અને યોજનાઓ કરી લોગોને જાગૃત કરતી હોય છે ત્યારે રાજયમાં રોજગારલક્ષી તકોને વેગ આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મહત્વનો નિર્ણય લીધો છે કે, ઈન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેકટરના ઉદ્યોગોમાં ૮૦ ટકા ગુજરાતીઓ અને ૨૫ ટકા સ્થાનિકોને રોજગારીની તકો આપવામાં આવશે.

ઔદ્યોગીક એકમોમાં પણ સ્થાનિકોને પહેલા લાભ મળશે. બેરોજગારી જેવી સમસ્યાના નિવારણ માટે રાજય સરકારનું આ પગલુ ખરા અર્થમાં જરૂરીયાતમંદ લોકોને ફળશે. મુખ્યમંત્રીની એપ્રેન્ટીસીસ ટ્રેનિંગ પ્રોગ્રામની યોજનાનો લાભ ૮૫૦૦ લોકોને મળશે. માર્ચ ૨૦૧૯ સુધીમાં ૧ લાખ એપ્રેન્ટીસીસને ટ્રેનિંગ આપવાનો લક્ષ્યાંક મુખ્યમંત્રીની ટ્રેનિંગ પ્રોગ્રામ યોજના ધરાવે છે.

માર્ચ ૨૦૧૯ સુધીમાં દેશના યુવાનોને વધુ સક્ષમ બનાવવા માટે કેન્દ્ર સરકાર પણ મથામણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરાયેલી યોજનાઓનો મહત્તમ લાભ યુવા વર્ગ લઈ શકે માટે ડિજીટલ ઈન્ડિયા, સ્કીલ ઈન્ડિયા અને મેઈક ઈન ઈન્ડિયા જેવા કેમ્પેઈન દ્વારા ઉદ્યોગો તેમજ રોજગારીને વેગ આપવામાં આવે છે.

ઈન્ડસ્ટ્રીયલ સેકટરમાં ગુજરાતીઓને સ્થાન મળવાથી એન્જીનીયરોને રોજગારીની તકો મળશે તો સર્વિસ સેકટરમાં કોમ્પ્યુટર સેકટર, આઈટી વિભાગ, માર્કેટીંગ, મેનેજમેન્ટ જેવા કોર્ષની પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓ મુખ્યમંત્રીની યોજનાનો લાભ લઈ શકશે.

આઈટી ક્ષેત્ર દરેક સ્થળોએ જ‚રી બની રહ્યું છે ત્યારે ઈન્ડસ્ટ્રીયલ અને સર્વિસ સેકટરમાં પણ આઈટી નિષ્ણાંતોની જ‚રતોને પૂરી કરવામાં મદદ‚પ થશે. દેશમાં મહત્તમ યુવા વર્ગના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે. આ અંગે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ ટ્રેનીંગ પ્રોગ્રામના લાભ વિશે જણાવતા વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, ઉદ્યોગોમાં ૮૦ ટકા ગુજરાતીને રોજગારી આપવા અંગેના ખરડાને લઈને અમે કેન્દ્ર સરકારનું ધ્યાન કેન્દ્રીત કરવાના છીએ. જેથી શિક્ષીત બેરોજગારીનું પ્રમાણ પણ ઘટશે.

રાજયના ખાનગી તેમજ સરકારી ઉદ્યોગોને બુસ્ટર ડોઝ મળશે. ૫૦ ટકા સ્થાનિકોની રોજગારીમાં વધારો થાય તેવા હેતુથી યોજના લોન્ચ કરાઈ છે. ગુજરાતમાં જીઆઈડીસી સહિતના ઈન્ડસ્ટ્રીયલ યુનિટમાં વધુને વધુ લોકોને લાભ મળી શકે માટે સરકાર કાર્યરત છે જે પણ ઉદ્યોગ સાહસીક મેન્યુફેકચરીંગ અથવા સર્વિસ સેકટરની શરૂઆત કરવા માંગે છે તેણે પોતાની કંપનીમાં ફરજીયાત ૮૦ ટકા ગુજરાતી લોકોની ભરતી કરવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.