Abtak Media Google News

લાપત્તા બનેલી વ્યકિત કે ગુન્હાનો ભોગ બનેલી વ્યકિતને ઓળખી શકાય તે માટે સરકારનો નિર્ણય

દેશમાં દર વર્ષે ઓળખ ન મળી હોય તેવા ૪૦ હજાર બિનવારસુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવતા હોય મૃતક વ્યકિત અને તેમના સગા-વ્હાલાઓને આવી વ્યકિતની ઓળખ મળી શકતી ન હોય સુપ્રીમ કોર્ટમાં થયેલી એક પીઆઈએલનાં જવાબમાં કેન્દ્ર સરકારે બિનવારસુ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ ફરજીયાત કરવા કાયદો લાવી રહી હોવાનો જવાબ રજુ કર્યો હતો.

એન.જી.ઓ. લોકનીતિ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી બિનવારસુ મૃતદેહોની ઓળખ મળી રહે તે માટે કાયદો લાવવા માંગણી કરી હતી. જેની ગઈકાલે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી હાથ ધરવામાં આવતા મુખ્ય ન્યાયમુર્તિ દિપક મિશ્રાની બેચને કેન્દ્ર સરકાર તરફથી એવો જવાબ રજુ કરાવો હતો કે ટુંક સમયમાં જ સરકાર તમામ બિનવારસુ મૃતદેહોના નિકાલ પૂર્વ ડીએનએ ટેસ્ટ ફરજીયાત બનાવશે. જેને કારણે આવી વ્યકિતઓની ઓળખ મેળવવી સરળ બનશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં દેશભરમાં દર વર્ષે ૪૦,૦૦૦ જેટલા બિનવારસુ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે છે અને અંતિમ સંસ્કાર બાદ આવી વ્યકિતની કોઈ ઓળખ હોતી નથી. આ સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાએ છ વર્ષ પૂર્વે બિનવારસુ મૃતદેહોની ઓળખ માટે ડીએનએ કરવા માંગ કરતી જાહેર હિતની અરજી કરી હતી.

દરમિયાન દેશમાં અનેક લોકો લાપતા બન્યા બાદ તેમની ભાળ મળતી નથી. એવામાં અનેક ગુનાહિત કૃત્યોમાં વ્યકિતની હત્યા કરાઈ હોવાની શંકા પણ બિનવારસુ મૃતદેહોમાં હોય છે. આથી જો ડીએનએ ટેસ્ટ ફરજીયાત થશે તો ગમે ત્યારે આવી વ્યકિતની ઓળખ મેળવવા નકકર પુરાવાઓ મળી શકાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.