Abtak Media Google News

બંધારણીય દિવસ અન્વયે  ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની સાથે રવિશંકર પ્રસાદે રહ્યા ઉપસ્થિત

બંધારણીય દિવસ નિમિતે ચીફ જસ્ટીસ રંજન ગોગોઇની ઉપસ્થિતિમાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ન્યાય પાલિકા નક્કી કરવું જોઇએ કે શાસન સાથે જોડાયેલા મુદા કે પછી અધિકાર હાથમાં લેવા માટે કેટલા સક્ષમ છે અને કેટલા દૂર તક જઇ શકે છે ? સાથો સાથ કાયદા પ્રધાને ભાર આપતાં જણાવ્યું હતું કે સંવિધાનના તમામ અંગો પોતાની લક્ષ્મણ રેખામાં એટલે કે પોતાની હદમાં જ રહેવું જોઇએ અને તે આવશ્યક પણ છે. સુપ્રિમ કોર્ટ દ્વારા આયોજીત સંવિધાન દિવસ સમાંરોહ પ્રસંગે કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ તથા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ ઉપસ્થિત રહ્યાં હતાં.

કાયદા પ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુડ ગર્વનન્સ માટે વહિવટી પ્રક્રિયા કોર્ટોએ હસ્તક્ષેપ ન કરવો જોઇએ તેઓએ રાષ્ટ્રીય ન્યાયીક આયોગ કાયદો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે સરકારે સુપ્રિમ કોર્ટના નિર્ણયને સ્વિકારી લીધું છે પરંતુ થોડા મુદા ઓને રદ્ કરવાની જે વાત કરવામાં આવી રહી છે. તેના પર સરકારને અસંતોષ અને આપત્તિ છે. ઉલ્લેખનીય છે કે અદાલતે રાષ્ટ્રીય ન્યાયીક આયોગ કાયદાને રદ્ કરી દીધો છે.

રવિશંકર પ્રસાદે પ્રતિભાવશાળી વ્યક્તિઓને સામિલ કરવા કે જે રાષ્ટ્રીયસ્તર ઉપર પ્રવેશ પરિક્ષા આપી અને નિમણૂંક થઇ શકે તે વાતની ભલામણ પણ કરી છે. તેઓએ જણાવ્યું હતું કે અખિલ ભારતીય પરિક્ષાર્થી જે યુવક વકીલો છે તે પોતાની પ્રતિભા દેખાડી શકે છે જેથી તેઓને ન્યાયપાલિકામાં હિસ્સો બનવાનો મોકો પણ આપવો જોઇએ. તેઓએ ન્યાય મૂર્તિ એચ.આર. ખન્નાને પણ યાદ કર્યા હતા અને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે શાસનએ ખૂબ જ જટિલ કાર્ય છે અને ન્યાયપાલિકા આને કેટલા દૂર સુધી લઇ જઇ શકે છે તે પણ મહત્વનું છે. સુપ્રિમ કોર્ટ જજ ખન્નાએ પાંચ સદસ્યો વાળી ખંડપીઠે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો હતો કે જીવન જીવવા માટે સ્વતંત્રતાની જરૂર છે.

સરકારે ઘણાં સમય પહેલાં એક પ્રસ્તાવ મૂક્યો હતો કે ઓલ ઇન્ડિયા ન્યાયિક સર્વિસ માટે યુ.પી.એસ.સી.ને ભલામણ કરી હતી જેમાં નવ હાઇકોર્ટ દ્વારા તેનો વિરોધ્ધ કરવામાં આવ્યો હતો જેમાં આંધ્રપ્રદેશ, બોમ્બો, દિલ્હી, ગુજરાત, કર્ણાટકા, મધ્યપ્રદેશ, પટના, પંજાબ, અને હરિયાણાની હાઇકોર્ટનો સમાવેશ થાય છે. જ્યારે સિક્કિમ અને ત્રિપુરાની હાઇકોર્ટે સૂજાવને માન્ય રાખ્યો હતો.

જ્યારે અલાહાબાદ, છતીસગઢ, હિમાચલપ્રદેશ, કેરેલા, ઓડિસ્સા, મણીપુર, ઉતરાખંડની હાઇકોર્ટે ઉંમરમાં ફેરફાર થતાં શૈક્ષણિક લાયકાત, ટ્રેનિંગ થતાં વેકેન્સીસ કોટામાં સુધારા-વધારાની માંગ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.