Abtak Media Google News

રાહત દરે એમ.ડી. દ્વારા તપાસ, થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ફ્રીમાં લોહી ચડાવાની વ્યવસ્થા: શનિવારે સિનિયર સિટીઝન માટે નિ:શુલ્ક તપાસ કરાશે

લાયન્સ કલબ સિલ્વર દ્વારા સેવાકીય પ્રવૃતિના ભાગરૂપે રાજકોટના કોઠારીયા રોડ, વિવેકાનંદ નગરમાં રાહતદરે મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું ઉદઘાટન લાયન્સ કલબના ઈન્ટરનેશનલ ડીરેકટર અરૂણાબેન ઓસ્વાલના વરદ હસ્તે રવિવારે કરવામાં આવ્યું હતું. આ તકે ઈન્ટરનેશનલ ડિરેકટર સહિત મલ્ટીપર ચેર પર્સન કમલેશ શાહ, ડીસ્ટ્રીક ગર્વનેર હિતેશ ગણાતર, પ્રેસિડેન્ટ રાજકોટ મહેશ નગદીયા, લિયો પ્રેસીડેન્ટ વિવેક તન્ના, પાસ ડિસ્ટ્રીક ગર્વનર હિતેશ કોઠારી, વિનોદ દતાણી, વિનોદ સરવૈયા, વાઈસ ડિસ્ટ્રીક ગર્વનર દિવ્યેશ સાકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

હોસ્પિટલના એમ.ડી. ડો.કૃણાલ પટેલ, ડો.હેમાંગ ઠકકર, ડો.જનક મહેતા, ડો.રઘુવીર, ડો.જોય સતારીયા, ડો.કિંજલ સતારીયા, ડો.ધર્મેશ પોતાની સેવા આપશે. તેમજ દર શનિવારે કુલ ટાઈમ ઓપીડી સેવા નિ:શુલ્ક આપવામાં આવશે. ત્યારબાદના દિવસોમાં ટોકન દરે સેવા અપાશે.

થેલેસેમીયા ગ્રસ્ત બાળકોને ફ્રિમાં લોહી ચડાવાની વ્યવસ્થા, ડાયાબીટીસ બાળકો માટે ફ્રીમાં ક્ધસલ્ટીંગ તેમજ ફકત રૂ.૫૦૦માં લાયન્સ કલબ દ્વારા હેલ્થ કાર્ડ આપવામાં આવશે. જેમાં ૬ મહિના માટે ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે.  આ તકે ડિસ્ટ્રીક ગર્વનર હિતેષ ગણાત્રાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, લાયન્સ કલબ ઈન્ટરનેશનલ વિશ્ર્વના ૨૧૨ થી પણ વધારે દેશોમાં સેવાની સુગંધ પ્રસરાવી રહી છે.

ત્યારે આ વર્ષે અમારા માટે ખુબ જ અગત્યનું છે. લાયન્સ ઈન્ટરનેશનલ પોતાના ૮૦૦ વર્ષ પુરા કરી ૧ જુલાઈ ૨૦૧૭ થી ૧૦૧માં વર્ષમાં પ્રવેશી ચુકયુ છે. ત્યારે રાજકોટની અંદર લાયન્સ કલબ ઓફ સિલ્વર રાજકોટ અને લિયો કલબ ઓફ સિલ્વર રાજકોટ દ્વારા રાહત દરે મલ્ટિ સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ સમર્પિત કરી છે. હોસ્પિટલમાં જુદા જુદા વિભાગની બધી જ સુવિધાઓ ઓછા મુલ્યમાં મળશે. અલગ-અલગ ફેકલ્ટીના ડોકટરો આ હોસ્પિટલમાં સેવા આપશે. ખાસ તો યુવા ટીમ પણ જોડાયેલી છે. હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું રાજકોટની ટીમને હું અંતર આત્માથી શુભેચ્છા પાઠવું છું. આ તકે સિલ્વર લાયન્સ કલબના ઈન્ટરનેશનલ ડિરેકટર અરૂણાબેન ઓસ્વાલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ખુબ જ આનંદ થાય છે.

અહીં હોસ્પિટલનું ઉદઘાટન કર્યું. અમારા ૧૦૦ વર્ષ અમે પુરા કર્યા છે તેની ઉજવણી કરી રહ્યા છે તેનો આ એક ભાગ છે. લાયન્સ કલબ સિલ્વર રાજકોટ અને લિયો કલબએ સુંદર બેડુ માથે લીધુ છે અને હું સમગ્ર રાજકોટના બન્ને કલબને શુભેચ્છા પાઠવુ છું. અહીંની પુરી ટીમે ખુબ જ સારો પ્રયાસ કર્યો છે. રૂ.૧૦૦માં સ્પેશ્યલ સુવિધાનો લાભ લોકો લઈ શકશે. એક ડીરેકટર તરીકે સહી આવીને હું ખુબ જ ખુશ છું.

આ તકે રાજકોટ લાયન્સ કલબ, સિલ્વરના પ્રેસિડેન્ટ મહેશભાઈ નગદીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈન્ટરનેશનલ ડીરેકટર અ‚ણાબેન ઓસ્વાલના હસ્તે રાહત દરની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેવપરા કોઠારીયા રોડની ૨ લાખથી વધુની વસ્તી માટે આશીર્વાદ રૂપ બને તેવા શુભ હેતુથી ટીમનાઆશીર્વાદથી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં દરરોજ ફુલ ટાઈમ એમ.ડી.ફીઝીશ્યન ઉપરાંત થેલેસેમીયા પીડીત બાળકોને ફ્રી ઓફ કોસ્ટ બ્લડ ડોનેટ કરવામાં આવશે. સીનીયર સીટીઝનો માટે દર શનિવારે નિ:શુલ્ક ઓપીડી રાખવામાં આવશે. હિમાંશુ ઠકકર, જોય સનાયરા, ડો.કિંજલ સનાયરા, ડો.ધર્મેશ ઓઝા સહિતના ખ્યાતનામ ડોકટરો અહિ સેવા આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.