કોરોનાનાં કહેર વચ્ચે ‘પ્લેકસસ કાર્ડિયાક કેરે’ દર્દીઓ માટે એન્ડ્રોઈડ એપ લોન્ચ કરી

75

ગ્રામ્યમાં જનરલ પ્રેકટીશ કરનાર ડોકટરો તથા સરકારી ડોકટરો પણ ‘પ્લેકસસ કનેકટ’ એપ્લીકેશનનો લાભ લઈ શકશે

એપ્લીકેશન મારફતે દર્દીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, તાવ સહિત અનેક તકલીફો માટે વિડીયોકોલ દ્વારા નિ:શુલ્ક નિવારણ આવશે

રાજકોટ ખાતે આવેલી પ્લેકસસ કાર્ડિયાક કેર અને મેડિ-૩૬૦ દ્વારા એક નવીનતમ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. હાલ જે રીતે કોરોનાનો કહેર સમગ્ર વિશ્ર્વમાં વ્યાપી ઉઠયો છે ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા અને ઘર બેઠા જ તેમને સ્વાસ્થ્યને લઈ નિ:શુલ્ક નિવારણ મળી રહે તે માટે પ્લેકસસ કાર્ડિયાક કેર દ્વારા પ્લેકસસ કનેકટ એપ્લીકેશન બનાવવામાં આવી છે. આ એપ્લીકેશન એન્ડ્રોઈડ બેઈઝ હોવાથી એન્ડ્રોઈડ યુઝ કરનાર તમામ લોકો આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે. એપ્લીકેશન વિશે માહિતી આપવા પ્લેકસસ કાર્ડિયાક કેરનાં અમિત રાજ, રિટાયર્ડ કર્નલ પી.પી.વ્યાસ અબતકની મુલાકાતે આવ્યા હતા અને એપ્લીકેશન અંગે માહિતી પણ આપી હતી. આ એપ્લીકેશન મારફતે ગ્રામ્યમાં જનરલ પ્રેકટીસ કરનાર ડોકટરો તથા સરકારી તબીબો પણ પ્લેકસસ કનેકટ એપ્લીકેશનનો લાભ લઈ શકશે.

આ એપ્લીકેશન સરળ હોવાથી દર્દીઓને સ્વાસ્થ્યને લઈ કોઈપણ મુંઝવતા પ્રશ્ર્નો હોય તેનું વિડીયોકોલ મારફતે નિવારણ કરવામાં આવશે. ઉદાહરણ સ્વરૂપે કોઈ એક દર્દીને છાતીમાં દુખાવો થયો હોય તો તે એપ્લીકેશનમાં જરૂરીયાત મુજબનાં પગલાઓ ભરી વિડીયોકોલ મારફતે જે-તે ક્ષેત્રનાં ડોકટરો સાથે વિડીયો કોલથી તેમની સમસ્યાનું નિવારણ માટે પ્લેકસસ કનેકટ એપ્લીકેશન અત્યંત ઉપયોગી અને કારગત સાબિત થશે તેવું ડોકટરોનું પણ માનવું છે. આ એપ્લીકેશન માટે પાયલોટ પ્રોજેકટ હેઠળ રાજકોટ સીટીનાં દર્દીઓને જોડવામાં આવ્યા છે.

આ અંગે ડોકટર અમિત રાજે માહિતી આપતા જણાવ્યું હતું કે, એપ્લીકેશનનો લાભ ખરાઅર્થમાં ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. પ્લેકસસ કાર્ડિયાક કેર દ્વારા કાર્ડિયોલોજીને લઈ ગામોગામ અનેકવિધ સેવાકિય કેમ્પો નિ:શુલ્ક કરવાનું આયોજન કરવામાં આવે છે. એપ્લીકેશન વિશે માહિતી આપતા ડો.અમિત રાજ અને રિટાયર્ડ કર્નલ પી.પી.વ્યાસે જણાવ્યું હતું કે, આ સેવાકાર્ય હોવાથી આ નિ:શુલ્ક એપ્લીકેશન લોકોની સેવા માટે બનાવવામાં આવી છે જયારે મુખ્ય હેતુ તો એ છે કે, લોકો આ સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગ રાખે અને કોરોનાનાં પ્રકોપથી પૂર્ણત: બચી શકે. એપ્લીકેશનનાં ઉપયોગ કર્યા બાદ ડોકટરો જયારે વિડીયોકોલ મારફતે લાગે કે દર્દીને ઈમરજન્સી સારવાર આપવી પડે તેમ છે તો હોસ્પિટલ, એમ્બ્યુલન્સ મોકલાવી દર્દીને હોસ્પિટલમાં સ્થળાંતરીત કરી તેનો ઉપચાર કરશે.

Loading...