Abtak Media Google News

મેનકા ગાંધીના સહયોગથી મયુરી જૈન દ્વારા નવતર પ્રવૃતિ: જીવદયાપ્રેમીઓને પોતાની વિગતો વેબસાઈટમાં રજિસ્ટર કરાવવા અપીલ

વેશ્વક કક્ષાએ જીવદયા અને પશુ કલ્યાણ માટે જબરદસ્ત પ્રવૃતિઓ દશકાઓથી કરનાર અને અત્યાર સુધીમાં કરોડો અબોલ જીવોને બચાવવામાં નિમિત બનનાર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલમાં સાંસદ તેમજ પીપલ્સ ફોર એનીમલ્સના ચેરમેન મેનકા સંજય ગાંધીના સહયોગથી મયુરી જૈન (પુણે) દ્રારા www.animal volunteers of india.in નામની વેબસાઈટ શરૂ કરાઈ છે. આ વેબસાઈટમાં સમગ્ર ભારતના જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ, કાર્યકર્તાઓની યાદી આપવામાં આવી છે. અત્યારસુધીમાં ૩૭૦ શહેરોના, ૨૫ રાજયોના, ૧૩૦૦૦ જેટલા કાર્યકર્તાઓ, સંસ્થાઓની નોંધણી થઈ ચૂકી છે. વેબસાઈટમાં સમગ્ર ભારતમાં વિવિધ શહેરોમાં અને ગામોમાં અંદાજે જેઓ પ્રાણીઓને ખોરાક દેતા હોય, જેઓ પ્રાણીઓને બચાવતા હોય, જેઓ કોઈ જીવદયા કલ્યાણ સંસ્થાના સભ્ય હોય, પ્રાણીઓને બચાવવા કાયદાકીય કાર્યવાહી કરતા હોય કે પશુ-પક્ષીઓની સારવાર માટે નિ:શુલ્ક તબીબી સારવાર/મદદ કરતા હોય તેવાની યાદી કરી લગભગ ૨૫૦૦૦ લોકોનો ડેટાબેઈઝ તૈયાર કરવાની ગણતરી છે. સૌ જીવદયા પ્રેમીઓને, પશુ આશ્રય સંસ્થાઓ, પાંજરાપોળો, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીઓ, જીવદયા સંસ્થાઓ વિગેરેને પોતાનું પૂરું નામ, સરનામું, ફોન નંબર, મો.નંબર અને ઈમેઈલ એડ્રેસ મયુરી જૈનને infoanimal volunteers of india.in પર મોકલી દેવા એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, પ્રતિક સંઘાણીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.