Abtak Media Google News

એક્ટર ઇરફાન ખાન તેની ફિલ્મ ‘હિન્દી મિડીયમ’ માં ધમાંલ મચાવી અને હવે તેની આગામી ફિલ્મ ‘કરીબ-કરીબ સિંગલ’ માં ધમાલ કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં ઇરફાન ખૂબજ ફની પાત્રમાં જોવા મળશે. ફિલ્મમાં ઇરફાનના ઑપોસિટ રોલમાં સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ પાર્વતી નજર આવશે. આ ફિલ્મમાં પાર્વતી બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે

ઇરફાન ખાનની આ ઍક્ટ્રેસ ઉંમરમાં 21 વર્ષ નાની છે, પાર્વતીની ઉંમર 29 વર્ષ છે તે ઇરફાન ખાનની ઉંમર 50 વર્ષ છે. ફિલ્મ ” કરીબ-કરીબ સિંગલ ” નું ડાઈરેકટીંગ તનુજા ચંદ્રાએ કર્યું છે. આ ફિલ્મ 10 નવેમ્બરના રોજ રીલિઝ થશે ફિલ્મનું ટ્રેલર ખૂબ ફની છે. ઇરફાન ગંગા કિનારે ધાર્મિક વેશભૂષામાં નજર આવ્યા. ટ્રેલર જોઈને તો લાગી રહ્યું છે કે આ એક એવી સ્ટોરી છે, જેમાં આ બન્ને ભારત પ્રવાસ પર આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.