Abtak Media Google News

250 એકરના હરીયાળા વેલી વ્યૂ કેમ્પસમાં આરોગ્ય પ્રેમીઓને મળશે નેચરોપથી, યોગા, ધ્યાન અને માનસિક શાંતિ માટેનો શ્રેષ્ઠ માહોલ

32 લક્ઝુરિયસ વિલા સાથે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મોટાપાયે પ્રાકૃતિક ચિકિત્સા રિસોર્ટનું વ્રજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એપલ ગ્રૂપનું સાહસ

Dsc 1487

રાજકોટ હવે ખરેખર આંતરરાષ્ટ્રિય કક્ષાનું શહેર બની રહયુ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રિય કક્ષાના એરપોર્ટ અને એઇમ્સ જેવી સવલતો આવી રહી છે ત્યારે આ શહેરનો વિકાસ કલ્પનાતિત થશે. સાથે સાથે વર્લ્ડકલાસ સુવિધાઓ પણ આવશે. અત્યાર સુધી શહેરના પ્રકૃતિ પ્રેમી અને સાધન સંપન્ન વર્ગ તેમની રોજીંદી જીંદગીની ભાગદોડમાંથી રિલેકસ થવા પરિવાર મિત્રો સાથે દેશના જાણીતા એવા જીંદાલ કે પતંજલી પ્રાકૃતિક ધામોમાં જતાં હતાં. પરંતુ રાજકોટના વૃજ ઇન્ફાસ્ટ્રકચર અને એપ્પલ ગ્રુપના પ્રમોટરને વિચાર આવ્યો કે સૌરાષ્ટ્રવાસીઓને રાજકોટથી નજીક છતાં થોડે દૂર આંતરાષ્ટ્રિય કક્ષાનું નેચર કયોર રિસોર્ટ મળવુ જોઇએ. આ વિચારને મૂર્તિમંત કરી હિરાસર એરપોર્ટ પાસે રપ0 એકરમાં પથરાયેલા વેલી વ્ય રિસોર્ટમાં સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ આંતરરાષ્ટ્રિય કક્ષાના નેચરોપથી સેન્ટર ધ મીડો’ નેચર કયોર રિસોર્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Dsc 1467

ધ મીડો નેચર કયોરના પ્રમોટર જીતુભાઇ સાવલિયા, નિલેશભાઇ કાછડિયા, સંદીપભાઈ સાવલિયા ,અંકિત સાવલિયાએ પ્રાકૃતિ રિસોર્ટની માહિતી આપતાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે , આંતરાષ્ટ્રિય સ્તરનાં આ પ્રાકૃતિક રિસોર્ટ ધ મીડો નેચર કયોરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાણીતી એકટ્રેસ હિનાખાને શુટીંગ કર્યું છે. હાલની ભાગદોડભરી જીંદગીમાં લોકોને શારિરિક અને માનસિક શાંતિ મળે થોડા દિવસોના બ્રેકમાં આરામ અને સ્વાસ્થય સાથે ફરી કામે ચઢે ત્યારે નવી ઉર્જા સાથે જાય એવા સ્થળની તલાશ હોય છે. રાજકોટના આંતરરાષ્ટ્રિય એરપોર્ટ નજીક અહીં અમોએ પ્રવાસીને ભોજનથી માંડી કવોલીટી રેસ્ટ અને માનસિક શાંતિ મળે કુદરતી સાંનિધ્ય મળે તેની તકેદારી રાખી છે.

Dsc 1459

ધ મીડો નેચર કયોર એક હેલ્થ રિસોર્ટ છે. જયાં આયુર્વેદીક, નેચરોપથી, ઇન્ટરનેશનલ હિલિંગ, યોગા મેડિટેશન પ્રોગ્રામ એકવા ફિટનેરા, હાઇડ્રોથેરાપી, મડ થેરાપી, વ્યકિતનું ખાસ થોડા દિવસના પડાવમાં વજન ઘટાડવાથી માંડી માનસિક તાણ દૂર કવરા સહિતની સારવાર ઉપરાંત બહેનો માટે બ્યુટિ ફિટનેશ સહિતની સવલતો પણ ઉપલબ્ધ કરી છે. જેને માટે દેશના ખ્યાતનામ નિષ્ણાતોને અહીં તહેનાત કરવામાં આવ્યા છે. અહીં હરિયાળી અને લકઝરીનો સુભગ સમન્વય કરવામાં આવ્યો છે.

Dsc 1461

ધ મીડો નેચરોપથી રિસોર્ટ પાંચ એકરની હરિયાળીમાં ફેલાયો છે. જેમા 3ર વૈભવી વિલાઓ છે. શુધ્ધ કુદરતી વાતાવરણ, તાલીમબધ્ધ સ્ટાફ, ગ્રીનરી, આરામ, યોગા,આયુર્વેદ અને સાત્વીક ભોજન અને નિરવ શાંતિ માણસને નવી તાજગીથી ભરપૂર બનાવી દેશે. ધ મીડો નેચર કયોરની મુલાકાત લેવા ઇચ્છતા લોકો અને આ વિષે વધુ માહિતી માટે રિસોર્ટની હેલ્પલાઇન ઉપર સેલ્સ ટીમના પિયુષ મેંદરડા, અને ડેનીસ સાંચેલાનો સંપર્ક કરી શકાશે. તેમનો મોબાઇલ નંબર 74000 48000 તથા 74000 98000 ઉપર સંપર્ક થઇ શકશે.

સૌરાષ્ટ્રમાં જ પ્રાકૃતિક ચિકિત્સા મળી રહેશે: એમડી સંદીપ સાવલિયા

Dsc 1527

આ પ્રોજેક્ટ ઉપર ઘણા સમયથી અમે કામ કરી રહ્યા હતા તેવું પત્રકારો અને સંબોધતી વખતે પ્રોજેક્ટના એમડી સંદિપ સાવલિયાએ કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આજથી જાહેર જનતા માટે આ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો છે. આજનો દિવસ ખૂબ જ આનંદનો છે. વિદેશથી આવતા લોકો જ્યારે સૌરાષ્ટ્રમાં આવે છે ત્યારે તેઓ 10 દિવસ માટે પ્રાકૃતિક ચિકિત્સા પેકેજને અપનાવતા હોય છે આવી ચિકિત્સા લેવા માટે તેમને સૌરાષ્ટ્રની બહાર જવું પડે છે. અમે સૌરાષ્ટ્રમાં પ્રોજેક્ટ ઉભો કર્યો છે ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ કરવામાં આવી નથી. પરિણામે લોકોને સૌરાષ્ટ્રમાં જ પ્રાકૃતિક ચિકિત્સાનો લાભ મળશે તેમણે યુવા ઉદ્યોગસાહસિકો માટે કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકોએ દસેક દિવસ જેટલો સમય અહીં વિતાવવો જોઈએ.

પ્રાકૃતિક ચિકિત્સાએ મને નેચરલ બનાવી દીધો: બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી

Dsc 1525

આ પ્રોજેક્ટ ના બ્રાઉઝરનું લોન્ચિંગ ચંદુભાઈ વિરાણીએ કર્યું હતું.પ્રાકૃતિક ચિકિત્સા અંગે બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું હતું કે હું અહીં આવ્યો ત્યારે ખૂબ દૂર છે તેવો પ્રશ્ન ઉભો થયો હતો. અલબત્ત અહીં ચિકિત્સા મેળવી મને ખૂબ રાહત થઈ છે મોઢાને ફાવે તેવું ખાઈએ છીએ જે પેટને ફાવતું નથી આપણે શ્રમ ભૂલી ગયા છીએ ત્યારે અહીં કુદરતી વાતાવરણમાં ઈલાજ થાય છે. મને નેચરલ બનાવી દીધો છે. રાજકોટના બેઠાડું જીવન જીવનારા ને નેચરોપેથીનો અમલ ખૂબ સારો રહેશે તેવો મત પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

‘બોડી હિલ્સ ઇટસેલ્ફ’ને નીચરોપેથી અનુસરે છે: મેડિકલ ચીફ ડો. અંકિત તિવારી

Dsc 1456

નેચરોપેથી બોડી હિલ્સ ઇટસેલ્ફ ને અનુસરે છે. કોઈ પણ દર્દીને સૌપ્રથમ 3 પદ્ધતિ માંથી પસાર કરવામાં આવે છે જેમાં બોડી ડિટોટ્રીકેશન (પિત એકઠું થાય ત્યારે બીમારી થાય છે) , રિઝૂવીનેશન અને સર્ક્યુલેશન(લોહીનું ભ્રમણ)નો સમાવેશ કરવામાં આવે છે. ચિકિત્સામાં ફિઝિકલ, મેન્ટલ ઈમોશનલ, સ્પિરિચ્યુઅલ અને ઇન્ટેલએક્ચ્યુલમાંથી પસાર કરવામાં આવે છે.

આ રિસોર્ટ વિસ્તારમાં છે સૌથી વધુ ઓકસીજન લેવલ

માણસની તાજગીનો આધાર તેને મળતાં શુધ્ધ ઓકસીજન ઉપર છે. હિરાસર એરપોર્ટ પાસે સાકાર થયાલ ’ ધ મીડો નેચરોપથી સેન્ટરની સાઇટ પસંદ કરતાં પહેલાં રાજકોટની આસપાસના તમાવિસના રોમાં વૈજ્ઞાનિક પધ્ધતિથી પ્રમોટરો, હા રા જે તે સાઇટના ઓકસીજન લેવલની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં આ સ્થછે. સૌથી વધુ ઓકસીજન લેવલ માલુમ થયુ હતું. તેનું કારણ આ વિસ્તારમાં એકરો સુધી, પ્રકૃતિ ફેલાયેલી છે. રોજીંદો માનવ વસવાટ નથી. વૃક્ષો,બારમાસી નદી અને હિલ એરીયાનો કુદરતી સમન્વય આ સ્થળને વિશેષ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.