Abtak Media Google News

ગુજરાતના સરકારના ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફતે ઇ-ગવર્નસની આવક- જાતીના પ્રમાણપત્રો ઉપરાંત અન્ય અનેક સેવાઓ નાગરિકોને જન સેવા કેન્દ્ર થકી પૂરી પાડવામાં આવી રહેલ છે. ડીઝીટલ ગુજરાત પોર્ટલ મારફતે મળી રહેલ સેવાઓ માટે સરકારશ્રી દ્વારા નાગરિકો માટે પ્રિ-એપોઇન્ટમેન્ટ મેળવવાની સીસ્ટમ પણ તાજેતરમાં દાખલ કરવામાં આવેલ છે.

પ્રિ-એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો લાભ લઇ સેવા મેળવવાથી સમયનો વ્યય થતો નિવારી શકાશે અને હાલના કોરોના વાયરસના સંક્રમણના ફેલાવવાના ઉપલક્ષમાં સોશીયલ ડિસ્ટસીંગની જાણવણી પણ થઇ શકશે.

જેથી રાજકોટ જિલ્લામાં મામલતદાર કચેરીઓ અને નાયબ નિયામક (વિકસતી જાતિ)ની કચેરીમાં આવેલ જનસેવા કેન્દ્રો ખાતેથી ડીઝીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગતની સેવાઓ મેળવવા માટે પ્રિ-એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો લાભ લેવા રાજકોટ શહેર સહિત રાજકોટ જિલ્લાની જાહેર જનતાને કલેકટરશ્રી, રાજકોટ જિલ્લા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.