Abtak Media Google News

અલ્ટ્રાથીન ગ્લાસ ધરાવતા ગેલેકસી ઝેડ ફોલ્ડ-૨માં અગાઉના મોડલ કરતા અત્યાધુનિક

મોબાઈલ ટેકનોલોજી દિન-પ્રતિદિન બે ગણી પ્રગતિ કરી રહી છે. માત્ર ગણ્યા-ગાઠ્યા વર્ષો પહેલા જ સામાન્ય ડબ્બા જેવા ટેલીફોનમાંથી અત્યારે અત્યાધુનિક સ્માર્ટફોનનો બદલાવ આવી ગયો છે. સમયાંતરે ટેકનોલોજીમાં આવેલી પ્રગતિ માણસ માટે અનેક સરળતાઓ લાવી છે. માત્ર સોફટવેર જ નહીં પરંતુ હાર્ડવેર પણ આકર્ષક રહ્યાં છે. એક-બે નહીં પરંતુ ચારથી પાંચ કેમેરાવાળા સ્માર્ટફોન પણ હવે તો બજારમાં ઉપલબ્ધ છે. દરમિયાન ટેકનોલોજી પાછળની ગળાકાંપ હરિફાઈમાં સેમસંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં ઉતારી ચૂકયું છે. અધુરામાં પૂરું હવે તો સેમસંગે બે-બે ફોલ્ડેબલ ગ્લાસ ધરાવતા ગેલેકસી ઝેડની શ્રેણી રજૂ કરી છે.

ગેલેકસીની નોટ-૨૦ શ્રેણી વર્તમાન સમયે લોકોમાં પ્રખ્યાત બનતી જાય છે. અલ્ટ્રાથીન ફોલ્ડેબલ ગ્લાસ હોવાથી સ્માર્ટફોન એકદમ આકર્ષક બની ગયો છે. ઉપરાંત સેલ્ફી માટે ડિસ્પ્લેની અંદર પંચહોલ કેમેરો પણ છે. સ્માર્ટફોનને વાળીને લેપટોપની જેમ પણ ઉપયોગમાં લઈ શકાય છે. ૬.૨ ઈંચની ડિસ્પ્લે ફોલ્ડ થઈ શકે છે. આ ઉપરાંત વાપરવો ન હોય ત્યારે તેને ફરીથી અનફોલ્ડ એટલે કે, વ્યવસ્થીત કરવાની જરૂર નથી ખીસ્સામાં વાળીને પણ રાખી શકાય છે.

શું છે ખાસીયત?

આ ફોનમાં એચડી-પ્લસ એટલે કે, ૨૨૬૦ બાય ૮૧૬ પીકસલનું રિઝોલ્યુશન મળે છે. ઉપરાંત સુપર એમએલોઈડ ડિસ્પ્લેમાં ૨૫:૯નો રેશિયો તેમજ ૩૮૬ પીપીઆઈ પીકસલની ડેનસિટી મળે છે. આ ફોનની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે ૭.૬ ઈંચની છે. આ ફોનની મુખ્ય ડિસ્પ્લેમાં ૨૨૦૮ બાય ૧૭૬૮ પીકસલનું ડાયનામીક એમએલોઈડ ડિસ્પ્લે ઉપયોગમાં લેવાયું છે. આ ફોનનો કુલ વજન ૨૮૨ ગ્રામ છે. સ્નેપડ્રેગન ૮૬૫ પ્લસનું પ્રોસેસર, ૧૨ જીબી રેમ, ૫૧૨ જીબી ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. કવર ડિસ્પ્લેની અંદર ૧૦ મેગા પિકસલ સેલ્ફી કેમેરો છે. ૪૫૦૦ એમએએચની બેટરી, વાયરલેસ ચાર્જર સહિતની અનેક અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.