Abtak Media Google News

આપણે જાણીએ છીએ કે લોકો આજના સમયમાં કેટલીક સ્ટ્રેસફુલ લાઇફ જીવે છે. લોકો પોતાના માટે ટાઇમ કાઢી શકતા નથી પોતાના પરિવાર માટે ટાઇમ કાઢી શકતા નથી. છેવટે તેઓ કોઈક માનસિક બીમારીનો ભોગ બને છે. જો આ માનસિક બીમારીનો ભોગ બનતા અટકવું હોય તો તેનો એકમાત્ર જ ઉપાય છે કે સમયસર મનોરંજન મેળવી અને સમયસર હાસ્ય મેળવી લેવું.

આપણી ખૂબ જ વ્યસ્ત લાઈફમાં હાસ્ય મેળવવું એ પણ અગત્યનો છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં પૂરતું મનોરંજન મેળવતો હશે તેને પોતાના જીવનમાં ઓછા રોગોનું સામનો કરવો પડશે અને મોજીલા વ્યક્તિઓને રોક નામનો રોગ એટલે કે પેરાલીસીસ આવવાની શક્યતા પણ ખૂબ જ ઓછી છે. તેથી જ તો મોટી ઉંમરના વૃદ્ધો ગાર્ડનમાં આવા લાફ્ટર કલબ ચલાવતા હોય છે તેમાં બધી જ ઉંમરના લોકો આવી શકે છે. મનોરંજન કેમ મેળવી શકાય તે માટેની માહિતી નીચે મુજબ છે:

આખા દિવસના ટાઇમટેબલમાંથી પોતાના માટે ટાઈમ કાઢીને અત્યંત શાંતિની અનુભૂતિ થાય તેવા ગીતો સાંભળવા અથવા તો પોતાને ગમતી હોય તેવી ફિલ્મો જોવી છે જેનાથી હાસ્ય ઉત્પન્ન થઈ શકે. પરિવાર સાથે સમય વિતાવવો, મિત્રો સાથે સમય વિતાવવો વગેરે માણસના મનને પ્રફુલ્લિત રાખી શકે છે.

જો માણસનું મગજ પ્રફુલ્લિત હશે તો તે કોઈપણ કાર્ય કોઈપણ જાતની ચિંતા વગર કરી શકે છે કારણ કે તે પોતાના મગજ થી ફ્રેશ હશે. હસતા રહેવાથી માણસને અડધી મુશ્કેલીઓ દૂર થઇ જાય છે તેવુ સાયકોલોજી નું કહેવું છે. હાસ્ય એ પીળા, તાણ , સંઘર્ષ જે કોઈપણ જાતના રોગમાં એક મહત્વપૂર્ણ દવા તરીકે કામ કરી શકે છે.
દરરોજ સારુ હૃદય પૂર્ણ હસવું એ માણસને તણાવ મુક્ત બનાવી શકે. આખા દિવસમાં ૪૫ મિનિટ હાસ્ય કરવાથી સ્નાયુઓ પણ હળવા બને છે. નિયમિત રીતે હાસ્ય કરવાથી રક્તવાહિનીઓનું આરોગ્ય સુધરે છે અને રક્તનું પરિભ્રમણ સરખી રીતે થશે તો આપણા હૃદયમાં કોઈ પણ જાતની બીમારી નો પ્રવેશ થઇ શકશે નહીં. બ્લડપ્રેશરની સમસ્યામાં હાસ્ય ખૂબ જ અસરકારક દવા છે હાસ્ય કરવાથી બ્લડ પ્રેશરની સમસ્યા નું સચોટ ઉપાય નીકળી શકે છે.

આમ હાસ્યમાં કોઈપણ શરીરના અને મનના ભાવ સરખા કરવાની અદભુત શક્તિ છે તેથી તમે હસતા રહો અને લોકોને હસાવતા રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.