Abtak Media Google News

એલસીબીએ રોકડા રૂ.૩ લાખ, હથિયાર અને બે કાર મળી રૂ ૯ લાખનો મુદામાલ કર્યો કબ્જે

લાઠીમાં પેટ્રોલપંપ પાસે હથીયારો સાથે આરોપીઓ લુંટ કરવા માટે પહોચ્યા હતા એ જ સમયે પૂર્વ બાતમીના આધારે અમરેલી એલસીબીની ટીમે પહોંચીને બે આરોપીઓને ઝડપી લીધા હતા. પીસ્તોલ, ચાર જીવતા કાર્ટીસ, રોકડ, બે કાર સહીત નવ લાખ ઉપરાંતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ અંગેની વિગતો આપતા લાઠીમાં અમરેલી રોડ પર એક કીમી દુર આવેલા ઇન્ડીયન ઓઇલનાપેટ્રોલ પંપ પાસે સ્કોપિર્યો અને સ્વીફટ કારમાં ઘાતક હથીયારો સાથે લુંટને અંજામ આપવાના હોવાની બાતમી મળતા જ અમરેલી એલસીબીની ટીમ લુંટ કરે તે પહેલા જ ઘટના સ્થળે પહોંચી ગઇહતી અને હિતેષ ઉર્ફે લલો વિનુ પરમાર (રહે. અમરેલી) અને જગદીશ ગોગન સોહલીયા ની ધરપકડ કરી હતી.

બન્ને આરોપીઓ પાસેથી રૂ ૩ લાખ રોડક એક પીસ્તોલ ચાર જીવતા કાર્ટીસ બે કાર અને છ મોબાઇલ મળીને ૯ લાખનોમુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ પિસ્તોલ અને કાર્ટીસ ગારીયાધારમાં રહેતા રિઝવાન ઉર્ફે રેઝુડો મહંમદ રફાઇ નામના શખ્સ પાસેથી લીધા હોવાની કબુલાત આપી હતી. પકડાયેલા બન્ને શખ્સો પીજીવીસીએલમાં કોન્ટ્રાકટ આધારીત કામગીરી કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.